પાટણ મત વિસ્તારના સાધુ સંતો અને ભુવાજીઓ એ ભાજપના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને વિજયના આશિર્વાદ પાઠવ્યા..

ડો રાજુલબેન દેસાઈ એ વિજયના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી..

પાટણ તા.1
પાટણ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. રાજુલબેન દેસાઈના સમર્થનમાં પાટણ પંથકના સાધુ,સંતો અને ભુવાજી ઓએ માં મેલડી નાં સાનિધ્યમાં સંમેલન આયોજિત કરો વિજય ભવ ના રૂડા આશિર્વાદ પાઠવ્યા હતા.

પાટણ વિધાનસભા ની ચુંટણીને લઈને રાજકીય પાર્ટી નાં ઉમેદવાર દ્વારા એડી ચોટીના જોર સાથે પ્રચાર પ્રસાર કામગીરી તેજ બનાવવામાં આવી છે ત્યારે પાટણ વિધાનસભા બેઠક નાં ભાજપ ના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને ચુંટણી પ્રચાર દરમિયાન ઠેર ઠેર લોકો નું સમથૅન સાંપડી રહ્યું છે ત્યારે પાટણ વિધાનસભા મત વિસ્તારના સાધુ સંતો અને ભુવાજીઓ દ્વારા ભાજપ ના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નાં સમર્થનમાં માં મેલડી નાં સાનિધ્યમાં આયોજિત ભવ્ય સંમેલન દરમિયાન વિજયભવ નાં રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ એ પાટણ મત વિસ્તારના સાધુ સંતો અને ભુવાજીઓ નાં આશિર્વાદ મેળવી વિજયનો આશાવાદ વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી. પાટણ મત વિસ્તારના સાધુ સંતો અને ભુવાજીઓ દ્વારા આયોજિત આ મહા સંમેલન માં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,ડો.સેવંતીલાલ પટેલ, કાનજીભાઈ દેસાઈ સહિત નાં આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.