ભાજપના નેતા વજુભાઈ વાળા દ્વારા અનુસૂચિત જાતિ વિરોધ કરાયેલ વાણી વિલાસના ધેરા પ્રત્યાઘાતો પડયા..

પાટણ સ્વયમ સૈનિક દળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરાયું..

પાટણ તા.1
આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારાયા છે ત્યારે રાપર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના સમર્થનમાં ભાજપના નેતા વજુભાઈ વાળા દ્વારા જંગી જાહેર સભામાં અનુસુચિત જાતિ વિરુદ્ધ કરાયેલા વાણી વિલાસ નાં ઘેરાપડઘા ગુજરાત નાં સમગ્ર અનુસુચિત જાતિના પરિવાર માં પડ્યા છે ત્યારે વજુભાઈ વાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ સ્વયમ સૈનીક દળ (SSD)નાં દ્વારા ગુરૂવારના રોજ પાટણ જીલ્લા સેવા સદન ખાતે વજુભાઈ વાળા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી નાયબ કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
પાટણ કલેકટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણ સ્વયમ સૈનિક દળ નાં સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.