પાટણ ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવારનો પોસ્ટ કાર્ડ દ્વારા ચૂંટણી પ્રચારનો નવતર અભિગમ મતદારોએ સરાહનીય લેખાવ્યો..

પાટણ તા.1
18 પાટણ વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ દ્વારા ચૂંટણી પ્રચાર કામગીરી તેજ બનાવવામા આવી છે છતાં ચુંટણી ની આચાર સંહિતા ની સાથે સાથે સમયનાં અભાવના કારણે પાટણના શહેરી વિસ્તારોના મતદારોને ડોર ટુ ડોર મળી ન શકાયુ હોય તેવાં તમામ સુજ્ઞ મતદારો ને વોટ માટે ની વિનંતી કરતાં પોસ્ટ કાર્ડ લખીને ચુંટણી પ્રચારનો એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હોય જેને પાટણના સુજ્ઞ મતદારો એ સરાહનીય લેખાવી આ અભિગમ ને એક શિક્ષિત મહિલા ઉમેદવાર જ કરી શકે તેમ જણાવી રહ્યા છે. અને મતદારો ભાજપના આવા શિક્ષિત મહિલા ઉમેદવારને પોતાનું સમર્થન આપી જંગી બહુમતીથી પાટણના કમળ ને વિજય બનાવવા કટીબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.