પાટણ વિધાનસભા મતવિસ્તારના અનુસુચિત જાતિ સમાજ નું કોંગ્રેસના ઉમેદવાર ને ખુલ્લું સમથૅન સાંપડ્યું…

ભાજપ સરકાર દ્વારા અનુસુચિત જાતિ ના સમાજને કરાયેલા અન્યાય નો બદલો લેવા નો સમય આવી ગયો છે..

પાટણ તા.1
પાટણ વિધાનસભા વિસ્તાર માં રહેતા અનુસૂચિત જાતી સમાજ નો સ્નેહ મિલન સમારોહ ગુરૂવારના રોજ પાટણ શહેરના સિધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ વિધાનસભા મતવિસ્તારના અનુસુચિત જાતિ સમાજના આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા સૌ પરિવારો એ 18 પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના એકટીવ ઉમેદવાર ડો કિરીટ પટેલ ને સર્વાનુમતે સમથૅન આપી તેઓને જંગી મતો થી જીતાડવા અને સંવિધાન બચાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ સ્નેહ સંમેલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા અનુસુચિત જાતિ સમાજ ના આગેવાનો એ ગુજરાત ની ભાજપ સરકારના રાજ માં અનુસૂચિત જાતિ ને થઈ રહેલા અન્યાય સામે જ્યારે કોંગ્રેસ પક્ષ ની સરકાર ગુજરાત માં બની રહી છે ત્યારે અનુસૂચિત જાતી નો પણ આ કોંગ્રેસ ની સરકાર માં સિંહ ફાળો બની રહે તેવા હુંકાર સાથે સવૉનુમતે ઠરાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નાં ઉમેદવાર ડો કિરીટ પટેલને મત આપી અપાવી ભવ્યાતિભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.

પાટણના સિધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત પાટણ વિધાનસભા મત વિસ્તારના અનુસુચિત જાતિ સમાજ ના આ સ્નેહ સંમેલન કાર્યક્રમ માં પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો કિરીટ પટેલ, સહકારી અગ્રણી દશરથભાઈ પટેલ,પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન હસમુખ સક્સેના,પાટણ શહેર અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ પ્રમુખ પી.જે. વાણીયા સહિતના મહાનુભાવો, આગેવાનો, કાર્યકરો અને સમાજનાં પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.