પાટણ શહેર ભાજપ પેજ સમિતિ સંમેલન યોજાયું..

બુથ લેવલ થી જ આ વિધાનસભા ની ચુંટણી લડાઈ રહી છે : કે.સી.પટેલ..

આગામી 8 મી ડીસેમ્બર નાં રોજ ભાજપ નો વિજય નિશ્ચિત છે : ડો રાજુલ દેસાઈ..

પાટણ તા.1
18 પાટણ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નાં સમથૅન માં ગુરૂવારના રોજ સાંજે શહેરના કનસડા દરવાજા પાસે આવેલ શિશુ મંદિર સ્કુલ સંકુલ ખાતે ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ઉપસ્થિત પેજ સમિતિ નાં કાર્યકરોને બુથ લેવલ થી જ આ વિધાનસભા ની ચુંટણી લડાઈ રહી છે તે રીતે તમામને તૈયારી કરવા અને આવતી કાલથી જ દરેક વોર્ડ વિસ્તારમાં પેજ સમિતિ નું કાયૉલય ખોલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નાં સમથૅન ના કામે લાગી જવા આહ્વાન કર્યું હતું.તો આવતીકાલે પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નાં સમથૅન માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે આયોજિત જંગી જાહેર સભા માં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે તમામ કાર્યકરો ને આયોજન બધ્ધ કામ કરવા અને દરેક કાયૅકરો ને એન્ટ્રી પાસ મેળવી લેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ એ વિશ્વાસ વ્યક્ત કરતાં આગામી તા.8 મી ડીસેમ્બર નાં રોજ ભાજપ નો ભગવો લહેરાવવા નો છે તેમ જણાવી દરેક સમાજના લોકો નું ભારતીય જનતા પાર્ટી ને સમથૅન સાંપડી રહ્યું હોવાનું જણાવી પાટણ વિધાનસભા મત વિસ્તારના પ્રાણ પ્રશ્નો,કાયૅકતૉઓનુ નિરાકરણ લાવવા નેતા બનીને નહીં પણ સેવક બની મહિલા 108 ની જેમ કામ કરવાની ખેવના વ્યક્ત કરી હતી.

આ પેજ સમિતિ સંમેલન માં પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ પરમાર, મહેન્દ્ર ભાઈ પટેલ, જ્યોત્સનાબેન પટેલ, યોગીનીબેન વ્યાસ સહિતના આગેવાનો, કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.