વિધાર્થી શક્તિ છાત્ર શકિત નાં નારા સાથે એબીવીપી નાં વિવિધ ફેકલ્ટીના સેનેટ ઉમેદવારો નો પ્રચાર અભિયાન નો પ્રારંભ કરાશે..

એબીવીપી નાં સેનેટ ઉમેદવારો એ યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી..

પાટણ તા.૩
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા આગામી તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ યોજાનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ ઇલેક્શનમાં વિવિધ ફેકલ્ટીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ નાં વિવિધ ફેકલ્ટીમા ઉભા રહેલા ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી યુનિવર્સિટી વહીવટી ભવન નાં કોન્ફરન્સ હોલ ખાતે પાટણના ઈલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ને માહિતી આપી હતી.

યુનિવર્સિટી વહીવટી ભવન નાં કોન્ફરન્સ હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા સેનેટની ચુંટણી અંતગર્ત આયોજિત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેલા એબીવીપી નાં આટૅસ ફેકલ્ટી નાં ઉમેદવાર સંદિપ દરજી, સાયન્સ ફેકલ્ટીના પાથૅ બારોટ, એજ્યુકેશન ફેકલ્ટીના સુરેશ ચૌધરી,મેડિસીન ફેકલ્ટીના અનિલ પટેલ, મેનેજમેન્ટ ફેકલ્ટીના જલ્પેશ પટેલ,લો ફેકલ્ટીના મુકેશ પટેલ અને હોમ સાયન્સ ફેકલ્ટીના હેતલ ચિતરોડા એ ખાસ ઉપસ્થિત રહી આગામી તા.૧૬ ડીસેમ્બર નાં રોજ યોજાનાર સેનેટ ની ચુંટણી માં જીત નો આશાવાદ વ્યક્ત કરી સમગ્ર ઉત્તર ગુજરાતમાં છાત્ર શકિત રાષ્ટ્ર શક્તિના નારા સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સાથે સાથે એબીવીપી નાં વિવિધ ફેકલ્ટીના ઉમેદવારો દ્વારા સેનેટ ની ચુંટણી જીત્યા બાદ વિધાર્થીઓના હિત માટે હંમેશા તત્પર રહી કામ કરવાની ખાત્રી આપી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન એબીવીપી નાં પાટણ જિલ્લા સંયોજક વિક્રમ જોષી સહિત નાં સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.