ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડે તે પૂર્વે સિદ્ધપુર ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નો ભવ્ય રોડ યોજાયો..

જુના ટાવર ચોક ખાતે રોડ શો સભામાં ફેરવાયો : સિદ્ધપુરના કમળને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કરાયું..

પાટણ તા.૩
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શનિવારે સાંજે પાંચ કલાકે શાંત પડે તે પૂર્વે પાટણ જિલ્લાની સિધ્ધપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ગુજરાત રાજ્યના પૂર્વ જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપુતના સમર્થનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની નો રોડ શો ભારતીય જનતા પાર્ટી કાર્યાલય સિદ્ધપુર ખાતેથી પ્રસ્થાન પામી સરસ્વતી સોસાયટી, સન નગર, બિંદુ સરોવર,એલ એસ હાઇસ્કુલ, અફીણ ગેટ, અચલાપુરા, પથ્થર પોળ, નિશાળ ચકલા, મંડી બજાર, મહેતા ઓળ નો માઢ, અલવાનો ચકલો, છુવાર ફળી, ત્રણ કબર, જાંપલી પોળ થઈ જુના ટાવર ચોકમાં સભાના રૂપમાં રૂપાંતર થઈ હતી.

સિદ્ધપુરના જુના ટાવર ચોકમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારનાં લોકો ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વિસ્તારના લોકો નાં સુખ દુઃખમાં સહભાગી બનતા બલવંતસિંહ રાજપૂત ને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કરી નરેન્દ્ર ભાઇ મોદી નાં વિકાસ મંત્રને સાથૅક કરવા અને સિધ્ધપુર મત વિસ્તારના વિકાસ ને વેગવંતો બનાવવા સિધ્ધપુર નાં કમળને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ના રોડ શો અને જંગી જાહેર સભામાં સિધ્ધપુર નાં ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારના સુજ્ઞ મતદારો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.