પાટણમાં સૌ પ્રથમવાર કોગ્રેસ ના ઉમેદવાર ડો.કિરીટ પટેલ નો 2 હજાર બાઈક સાથે નો ભવ્ય રોડ શો યોજાયો…

પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે થી પ્રસ્થાન પામેલ રોડ શો શહેરના વિવિધ વિસ્તારોમાં નિકળતા પંજા નો પરછમ લહેરાયો…

પાટણ તા.3
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની આદર્શ આચાર સંહિતા શનિવારના સાંજે પાંચ વાગ્યે લાગું પડે તે પૂર્વે પ્રચારની અંતિમ ક્ષણો માં પાટણ વિધાનસભા બેઠકનાં કોગ્રેસ નાં ઉમેદવાર ડો કિરીટ પટેલ નાં સમથૅન માં 2 હજાર બાઈકો સાથે નો ભવ્ય રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો.

ડો કિરીટ પટેલ નાં સમથૅન માં શહેર નાં પ્રગતિ મેદાન ખાતે થી નિકળેલ ભવ્ય રોડ શો દરમિયાન ખુલ્લી જીપ માં ઉમેદવાર ડો.કિરીટ પટેલે બેસી લોકો નું અભિવાદન ઝીલી વિજયના આશીર્વાદ લીધા હતા. તો રૂટ પર આવતા મહાનુભાવો ની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું ડીજે ના તાલે નીકળેલ આ ભવ્ય રોડ શો પ્રગતિ મેદાન થી પ્રસ્થાન પામી રેલવે સ્ટેશન, બગવાડા,હિંગળાચાચર,ત્રણ દરવાજા, વિઠ્ઠલચેમ્બર, મામલતદાર કચેરી,મોતિશા દરવાજા,બલીયાપાડો,રાજકાવાડ,ઇકબાલચોક, ટાંકવાડો,નીલમ સિનેમા,જુનાગંજ બજાર,કડવા પાટીદાર વાડી,સુભાષચોક,જલારામ મંદિર,ટેલિફોન એક્સચેન્જ,લીલીવાડી,નવાગંજ,અંબાજીનેળયું,હાશાપુર,ઊંઝા ત્રણ રસ્તા,વાળી નાથ ચોક,ટીબી ત્રણ રસ્તા વિસ્તારમાં ફરી કોંગ્રેસના ચુંટણી કાર્યાલય ખાતે સંપન્ન બન્યો હતો.
રોડ શો દરમિયાન ઠેર ઠેર ડો કિરીટ પટેલ નું પાટણના પ્રબુધ્ધ નગરજનો, વેપારીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસ નાં ધ્વજ સાથે નિકળેલ આ ભવ્ય રોડ શો ને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પંજા નો પરછમ લહેરાયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

કોગ્રેસ ના ઉમેદવાર કિરીટ પટેલના રોડ શો માં 2 હજાર સાઈકો સાથે મોટી સંખ્યામાં કોગ્રેસ ના આગેવાનો,
કાર્યકર્તાઓ, સમર્થકો અને સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.