મતદાન પહેલા પાટણ- બનાસકાંઠા નાં મુખ્ય ચૂંટણી અધિકારી ની સ્પેશ્યલ ઓબઝર્વર્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ..

ઓબઝર્વરોએ ચૂંટણીમાં કરાયેલી કામગીરી અને મતદાનની તૈયારીઓથી અવગત કર્યા..

પાટણ તા.3
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. તા.05.12.
2022 ના રોજ પાટણ- બનાસકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓને લઈને સ્પેશ્યલ ઓબઝર્વર્સ દિપક મિશ્રા અને અજય નાયકની સાથે જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં પાટણ જિલ્લા કલેક્ટર વ ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટી તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ ચૂંટણી અધિકારી આનંદ પટેલે પી.પી.ટી પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની ચૂંટણીલક્ષી અને ખાસ કરીને મતદાનના દિવસની તમામ તૈયારીઓથી સ્પેશ્યલ ઓબઝર્વર્સને માહિતગાર કર્યા હતા.

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. બીજા તબક્કાનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાયે તે માટે પાટણ-બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્ર કટીબદ્ધ છે. પાટણ-બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્રની સાથે-સાથે વિવિધ ટીમો પણ ચૂંટણીલક્ષી કાર્યમાં કાર્યરત છે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાટણ જિલ્લામાં પાંચ ઓબઝર્વર્સ મુકાયા હતા. જેઓ જિલ્લામાં ચૂંટણીલક્ષી તમામ બાબતો પર વોચ રાખી રહ્યા છે. આજ રોજ જિલ્લામાં સ્પેશ્યલ ઓબઝર્વર્સ દિપક મિશ્રા અને અજય નાયકની ઉપસ્થિતીમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતુ. આ સ્પેશ્યલ ઓબઝર્વર્સ જિલ્લામાં ચૂંટણી પૂરી થાય ત્યા સુધી પાટણ-બનાસકાંઠાની ચૂંટણીલક્ષી તમામ બાબતો પર નજર રાખશે.

જિલ્લા સેવા સદન પાટણ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા સ્પેશ્યલ ઓબઝર્વરઓને પાટણની ભૌગોલિક સ્થિતી સહિત પાટણમાં ચૂંટણી દરમિયાન દરેક વિભાગો દ્વારા થયેલી કામગીરી અંગે અવગત કર્યા હતા. મતદારોની સંખ્યા, મતદારયાદી, પોલીંગ સ્ટેશન, બૂથ પરની વ્યવસ્થા, મેનપાવર મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી, અવસર કેમ્પેઈન, કમપ્લેઈન મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ અંતર્ગત થયેલ કામગીરી, એમ.સી.સી. તેમજ એમ.સી.એમ.સી કમીટી અંતર્ગત થતી કામગીરી, ઈ.વી.એમ. અંગેની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ વગેરે જેવી તમામ બાબતોની માહિતી જિલ્લા કલેક્ટર વ ચૂંટણી અધિકારી સુપ્રિતસીંઘ ગુલાટી દ્વારા સ્પેશ્યલ ઓબઝર્વરઓને આપવામાં આવી હતી.

બનાસકાંઠા કલેક્ટર વ ચૂંટણી અધિકારી આનંદ પટેલ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક સ્થિતી સહિત જિલ્લામાં ચૂંટણી દરમિયાન થયેલી કામગીરીથી સ્પેશ્યલ ઓબઝર્વરઓને અવગત કર્યા હતા. મતદાન મથકો, વિશેષ મતદાન મથકો, ઈ.વી.એમ.-વીવીપેટ, ટ્રાન્સપોર્ટેશન, મેનપાવર મેનેજમેન્ટ, વોટર ઈન્ફર્મેશન સ્લીપ, કમ્પલેઈન મોનિટરીંગ-એમ.સી.સી., રીસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટર, કાઉન્ટીંગ સેન્ટર, વેગેરે અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ ચૂંટણી અધિકારી આનંદ પટેલે સ્પેશ્યલ ઓબઝર્વર્સને માહિતગાર કર્યા હતા.પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પીપીટી પ્રઝન્ટેશન દ્વારા સ્પેશ્યલ ઓબઝર્વર્સને જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી તેમજ પોલીસતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીથી અવગત કર્યા હતા.

બેઠકમાં સ્પેશ્યલ ઓબઝર્વર્સ દિપક મિશ્રા અને શ્રી અજય નાયકે વિવિધ ઓબઝર્વર્સ પાસેથી ચૂંટણીલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી હતી. જનરલ ઓબઝર્વર્સ અને પોલીસ ઓબઝર્વર્સ પાટણ-બનાસકાંઠા જિલ્લામાં આવ્યા બાદ તેઓ દ્વારા થયેલી કામગીરી અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં મતદાનની જાગૃતતા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કેવી છે તેવી તમામની ઝીણવટ પૂર્વકની માહિતી મેળવી હતી. સ્પેશ્યલ ઓબઝર્વર્સે તમામ અધિકારીઓને વધુમાં વધુ મતદાન કરાવવા તેમજ ખાસ કરીને મહિલા મતદારોમાં વધારો થાય તે માટે ધ્યાન રાખવા સુચન કર્યું હતુ. લોકશાહીના પર્વ પર સો ટકા મતદાન થાય અને મતદાનના દિવસે કોઈ વ્યવસ્થા ન સર્જાય તેમજ મતદારો માટે પૂરતી વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા માટે પણ સૂચન કર્યું હતુ.

જિલ્લા સેવા સદન ખાતે આયોજીત ચૂંટણીલક્ષી બેઠકમાં સ્પેશ્યલ ઓબઝર્વર દિપક મિશ્રા અને અજય નાયક, પાટણ-બનાસકાંઠા જિલ્લાના જનરલ ઓબઝર્સ ભાસ્કર કટામ્નેની, રામકેવલ, અંશરાજ સીંઘ, લાહુ સદાશિવ માલી, પ્રભજોત સીંઘ, જગદીશ પ્રસાદ, ઓમપ્રકાશ વર્મા, પોલીસ ઓબઝર્વર બનાસકાંઠા અપર્ણા કુમાર, તેમજ પાટણ પોલીસ ઓબઝર્વર જન્મેજ્યા પી. કૈલાશ, રેન્જ આઈ.જી ભુજ- જે.આર.મોરથલિયા, પાટણ જિલ્લા કલેક્ટર વ ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટી, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ ચૂંટણી અધિકારી આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.