પાટણ: ડો રાજુલબેન દેસાઈના સમથૅન માં જીતુ વાધાણી નો ભવ્ય રોડ શો યોજાયો..

શહેરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા રોડ શો નું ઠેર ઠેર સ્વાગત સન્માન કરાયું..

પાટણ તા.3
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં શનિવારના રોજ પ્રચારનો અંતિમ દિવસ હોવાથી પાટણ વિધાનસભા બેઠક પર ભાજપ નાં ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નાં સમથૅન માં જીતુભાઈ વાધાણી નો ભવ્ય રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ ના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નાં સમથૅન માં જીતુભાઈ વાધાણી ના આયોજિત રોડ શો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થી પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારોમાં નિકળતા સમગ્ર વાતાવરણ જય શ્રી રામ નાં નારા સાથે કેસરીયા રંગે રંગાયું હતુ.

આ રોડ શો દરમિયાન ડો રાજુલબેન દેસાઈ અને જીતુભાઈ વાધાણી સહિત ભાજપના આગેવાનો નું પાટણનાં નગરજનો દ્વારા સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા.તો રોડ શો નાં માગૅ પર આવતી મહાનુભાવો ની પ્રતિમાને ભાજપના આગેવાનો માલ્યાપણૅ કરવાનું ભૂલ્યા હોય જેની પાટણના નગરજનો સહિત મિડીયા એ ખાસ નોંધ લીધી હતી..