કોંગ્રેસની રેલીના અસામાજિક તત્વોને મતદારો 5 મી ડિસેમ્બરે જડબાતોડ જવાબ આપશે : જીતુ વાઘાણી

જીતુ વાધાણી એ મિડિયા નાં માધ્યમ થી પાટણના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને વિજય બનાવવા આહવાન કર્યું..

પાટણ તા.૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા મતદાન પૂર્વે શનિવારના રોજ ત્રીજી ડિસેમ્બરે પ્રચારના છેલ્લા કલાકોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ શહેરમાં ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.આ ભવ્ય બાઈક રેલીમાં રાજ્યના વર્તમાન શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સિધ્ધરાજ ગાર્ડન ખાતે પત્રકારો સાથે પ્રેસ યોજી હતી.જેમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રદેશ નેતૃત્વ દ્વારા મને પાટણ વિધાનસભાની જવાબદારી સોપવામાં આવી છે.ડો રાજુલબેન દેસાઈ ખૂબ જ શિક્ષિત,નીડર અને સક્ષમ મહિલા ઉમેદવાર છે.કેન્દ્રમાં પણ તેમને કામ કરેલું છે.અને આ વિસ્તારમાં તેઓ રાજુલબેન નહીં પરંતુ રાજુલ દીકરો તરીકે કામ કરવા માટે સક્ષમ છે.જે રીતે ભારતીય જનતા પાર્ટી ની ભવ્ય બાઇક રેલી નીકળી હતી. જેના થી કોંગ્રેસ પાર્ટી ડઘાઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીની રેલીમાં કેટલાક અસામાજિક તત્વો અને અમુક ચોક્કસ સમાજના લોકો ભાજપની રેલી સામે કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા નિવેદનો કરતા હતા. અને અભદ્ર વાણી વિલાસ કેરતા હતા.પરંતુ ભારતીય જનતા પાર્ટીએ શિસ્ત સાથે વરાયેલી પાર્ટી છે. કોંગ્રેસના અસામાજિક તત્વોને ડામવા માટે પાટણ વિધાનસભાના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈને ભવ્ય જંગી બહુમતી થી જીતાડી ગુજરાત વિધાનસભામાં મોકલવા પાટણવાસીઓને અપીલ કરી હતી.

10 વર્ષ બાદ પાટણ વિસ્તારમાં શિક્ષિત નીડર અને સક્ષમ ઉમેદવાર મળ્યા છે.અગાઉ આનંદીબેન પટેલે પણ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે હજુ બીજા આનંદીબેન પટેલના સમકક્ષ ડો રાજુલબેન દેસાઈ પાટણને મળ્યા છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ કલમ 370, પી.ઓ.કે તેમજ રામમંદિર,અને કોમન સિવિલ કોર્ડ મામલે પોતાનું સ્ટેન્ડ નક્કી કરે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી થી રેકોર્ડબ્રેક સરકાર બનાવશે તેવું જણાવી ડો રાજુલબેન દેસાઈ ને જંગી બહુમતીથી વિજય બનાવવા મિડિયા નાં માધ્યમ થી તેઓએ આહવાન કર્યું હતું.