સિધ્ધપુર શહેર અને તાલુકા AIMIM સંગઠન નું કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને ખુલ્લું સમથૅન સાંપડ્યું..

સંગઠનના પ્રમુખ,મંત્રી અને ૫૦૦ ઉપરાંત સભ્યોને કોંગ્રેસ નો ખેસ પહેરાવી ચંદનજી ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં આવકાર્યા..

પાટણ તા.૩
ગુજરાત વિધાનસભા ચૂંટણી નાં બીજા તબક્કાનાં તા.૫ મી ડીસેમ્બર નાં રોજ યોજાનાર મતદાન ને લઈને શનિવારના રોજ આદશૅ આચાર સહિતા અમલમાં આવી છે ત્યારે હવે તમામ ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસાર બંધ કરી મતદારો નો ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ચુંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને સિદ્ધપુર તાલુકા અને શહેર ના AIMIM ના પ્રમુખ, મંત્રી સહિત નાં હોદ્દેદારો એ મોટી સંખ્યામાં સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી ખુલ્લું સમથૅન આપતાં પક્ષ ના ઉમેદવાર ચંદનજી ઠાકોર ના હસ્તે તમામને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.

સિધ્ધપુર વિધાનસભા કાયોલય નાં સુત્રોએ જણાવ્યું હતું કે ૫૦૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસ માં જોડાઈ ચંદનજી ઠાકોર ને જાહેર માં સમર્થન આપ્યું હતું. તેમજ તેમના સમર્થકો ને જાહેર અપિલ કરી કોંગ્રેસ તરફી મતદાન કરવા વિનંતી કરી હોવાનું જણાવ્યું હતું.