પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા 38 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો..

16 નવદંપતિઓએ સમાજની સાક્ષી એ સમાજના રીતરસમ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યાં..

પાટણ તા.4
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા 38 મો સમૂહ લગ્ન ઉત્સવ શ્રી પદ્મનાભ ભગવાન પરિસર ખાતે હર્ષો ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો. 38 માં સમૂહ લગ્નોત્સવ માં સમાજના 16 નવ દંપતિઓએ સમાજની સાક્ષી એ સમાજના રીતરસમ મુજબ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે સપ્તપદીના ફેરા ફરી નવજીવનની શુભ શરૂઆત કરી હતી.

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત 38 માં સમૂહ લગ્નોત્સવ માં લગ્નગ્રંથિથી જોડાયેલા 16 નવદંપતિઓને સમાજના દાતા પરિવારો દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથેની ભેટ સોગાદો ભેટ ધરીને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. સમાજના દાતા પરિવારનો પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા સ્વાગત સન્માન કરી સમાજની ઉન્નતિ અને એકતામાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો.

શ્રી પદ્મનાભ ભગવાન પરિસર ખાતે આયોજિત પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના 38 માં સમૂહ લગ્નોત્સવ પ્રસંગે નાત ગંગા એ સમૂહમાં ભોજન ગ્રહણ કરી પ્રસંગને દિપાવ્યો હતો. સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, ઉપ પ્રમુખ નરેન્દ્ર પ્રજાપતિ,મંત્રી નીરૂ પ્રજાપતિ, સહમંત્રી ભરત પ્રજાપતિ, ખજાનચી પ્રહલાદ પ્રજાપતિ સહિતના કારોબારી સભ્યો, સમાજના વિવિધ સંગઠનો ના યુવાનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.