પ્રભુતામાં પગલા માંડતા પહેલા ભાઈ-બહેને કર્યું મતદાન..

પાટણ તા.5
આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. પાટણના ખીમીયાણા-2 પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મતદાન માટેનો ઉત્સાહ એવો છે કે અહીંના એક ઘરમાં ભાઈ-બહેનના લગ્નનો પ્રસંગ છે, અને આજે ચૂંટણીનો પણ પ્રસંગ (અવસર) છે. તેથી ભાઈ-બહેને પ્રથમ ચૂંટણીના અવસરમાં સહભાગી બનવાનું નક્કી કર્યું અને પ્રથમ મતદાન કર્યું.

પાટણના ખીમીયાણા ગામના આ દ્રશ્યો છે. જ્યાં ગામનાં રહેવાસી પટેલ અમીબેન અને પટેલ ચિરાગ ભાઈ બંને ભાઈ-બહેન આજે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. પરંતું તેઓએ લગ્ન પછી અને મતદાન પહેલા એવું વિચારીને પ્રથમ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કર્યોં છે. બંને ભાઈ બહેને મતદાન કરીને આજના દિવસે તમામ કામો બાજુ પર મુકીને અચુકથી મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે.