મતદાન કરવાનો જુસ્સોઃ મતદાન કરવા પ્રેરણારૂપ બન્યા દિવ્યાંગ હિનાબેન…

પાટણ તા.5
દિવ્યાંગ હિનાબેનનો મતદાન કરવા માટેનો જુસ્સો જોઈને શારીરીક રીતે સક્ષમ લોકો પણ શરમાઈ જાય. આજરોજ પાટણના ખીમીયાણા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે આવેલા હિનાબેન જણાવે છે કે, આજે લોકશાહીનો અવસર છે, એટલે કે આપણા ઘરનો જ એક અવસર છે. તેથી ઘરના અવસરમાં સહભાગી ન બનીએ તો કંઈ રીતે ચાલે! હું ભલે શારીરીક રીતે અશક્ત છું, ચાલી નથી શકતી પરંતુ તેમ છતા પણ હું આજે મતદાન કરવા માટે આવી છુ. અહીંના સ્ટાફ દ્વારા મારા જેવા અનેક લોકો સારી રીતે અને કોઈ પણ જાતની અગવડ વગર મતદાન કરી શકે તે માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હું આજે મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બની છું. આપ સૌ પણ આવો અને અચુકથી મતદાન કરો.