વટથી કર્યો વોટઃ પ્રથમ વાર મતદાન કરતા નીશાબેન શર્મા અને તિલક સ્વામી…

પાટણ તા.5
શાળાનો પહેલો દિવસ,પહેલું પરિણામ,પહેલું ઈનામ,કોલેજ
નો પહેલો દિવસ વગેરે દરેક પહેલી બાબત જીવનમાં યાદગાર હોય છે. પહેલો મત પણ એ જ રીતે યાદગાર બની જાય છે. ત્યારે જે લોકો પ્રથમ વાર વોટ કરી રહ્યા છે તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં ચારેય વિધાનસભા બેઠક પર ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. વડીલો,દિવ્યાંગો,ગૃહિણીઓ,તમામ લોકો મતદાન કરી રહ્યા છે, પાટણની તારાબેન ગર્લ્સ સ્કુલ ખાતે પહેલી વાર મત આપતા શર્મા નીશાબેન અને ટેલીફોન એક્સચેન્જ રોડ પર પશુ આરોગ્ય કેન્દ્ર બુથ પર મત આપતાં તિલક સ્વામી એ ખુબ ઉત્સાહ સાથે પોતાના જેવા યુવાનોને મત આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, આજે મે પહેલીવાર વોટ આપ્યો છે. આ દિવસ મારા માટે ખૂબ યાદગાર રહેશે. યુવાનો જ દેશનું ભવિષ્ય છે. તેથી તમે કોઈ મતદાન કરવાથી વંચિત ન રહી જાઓ તેનું ધ્યાન રાખીને અચુકથી મતદાન કરો અને લોકશાહીના અવસરમાં સહભાગી બનો તેવી આશા વ્યક્ત કરી હતી.