’મારી મમ્મી મતદાન કરી રહી છે, હું પણ મોટો થઈને મારી મમ્મી ની જેમ મતદાન કરીશ’’

પાટણ તા.5
’મારી મમ્મી મતદાન કરી રહી છે, હું પણ મોટો થઈને મતદાન કરીશ’’ આ બાળકની આંખો એની મમ્મીને મતદાન કરતી જોઈને જાણે આવું જ કંઈક કહી રહી છે. આ દ્રશ્ય છે પાટણની તારાબેન ગર્લ્સ સ્કુલના. અહી આવેલ સખી મતદાન મથક પર મતદાન કરવા પહોંચેલી કેટલીક બહેનો પોતાની સાથે બાળકને લઈને આવી રહી છે. સખી મતદાન મથક પર બાળકો માટે ખાસ પારણાંની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બાળકને જ્યારે પારણામાં સુવડાવવામાં આવ્યું ત્યારે તે તેની મમ્મીને મતદાન કરતી જોઈ રહ્યું હતુ. ત્યારે તેને જોઈને એવું લાગે જાણે એ વિચારી રહ્યું છે કે મારી મમ્મીની જેમ હું પણ મોટો થઈને મતદાન જરૂર કરીશ.