જાણો કયાં થયું કેટલું મતદાન ? પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં કુલ 62.53 ટકા મતદાન થયું..

વહેલી સવારથી જ મતદારો ની મતદાન મથકો પર લાંબી કતારો લાગી..

પાટણ 66.08, સિધ્ધપુર 63.10,રાધનપુર 58.93 અને ચાણસ્મા 62.02 ટકા મતદાન નોંધાયું..

ચારેય વિધાનસભા બેઠક નાં ઉમેદવારો દ્વારા પોત પોતાના વિસ્તારમાં મતદાન કરી મતદાન કરવા અપીલ કરી..

પાટણ તા.5
પાટણ ની ચાર વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલ માં મતદાન ની પ્રક્રિયા સંપન્ન બનતા કુલ 62.53 ટકા મતદાન નોંધાયું હતું.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાન માટે મતદારોની કતાર જોવા મળી હતી. પાટણ જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તેવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા કરવામાં આવી હતી જેને કારણે યુવાન વૃધ્ધ તમામ લોકોએ શાંતિ પૂર્ણ રીતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.

પાટણ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાન શરૂ થતાં પાટણ વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ નાં ઉમેદવાર ડો કિરીટ પટેલ, સિધ્ધપુર વિધાનસભા બેઠક નાં ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત, રાધનપુર વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ નાં ઉમેદવાર રઘુભાઈ દેસાઇ સહિતના ઉમેદવારો એ પણ વહેલી સવારે પોતાનું મતદાન કરી નાગરિકો ને મતદાન કરવા અપીલ કરી હતી. એકંદરે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન બનતા તંત્ર એ રાહત અનુભવી હતી.

પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠક પર થયેલા મતદાન માં પાટણ બેઠક પર 66.08 ટકા, ચાણસ્મા વિધાનસભા બેઠક પર 62.02 ટકા, સિદ્ધપુર વિધાનસભા બેઠક પર 63.10 અને રાધનપુર વિધાનસભા બેઠક પર 58.93 ટકા મતદાન મળી જિલ્લા માં કુલ 62.53 ટકા મતદાન નોંધાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠકો પર સમરવાર નોંધાયેલા મતદાન નાં આંકડા નીચે પ્રમાણે રહેવા પામ્યા હતા.

8:00 થી 9:00 સમય દરમ્યાન થયેલા મતદાનની ટકાવારી.
16 :- રાધનપુર :-* 4.7%
17 :- ચાણસ્મા :-* 3.27%
18 :- પાટણ :-* 4.5%
19 :- સિધ્ધપુર :-* 4.93%
પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી :-* 4.34%

પાટણ :- 9:00 થી 11:00*
16 :- રાધનપુર :- 14.20%*
17 :- ચાણસ્મા :- 18.57%*
18 :- પાટણ :- 19.67%*
19 :- સિધ્ધપુર :- 20.57%*
પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી : 18.18%

પાટણ :- 08:00 થી 01:00 વાગ્યા સુધી મતદાન ની ટકાવારી

16 :- રાધનપુર :- 32.65%*

17 :- ચાણસ્મા :- 33.83%*

18 :- પાટણ :- 35.19%*

19 :- સિધ્ધપુર :- 37.55%*

પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી :-* 37.74%*

08:00 થી 03:00 સુધી મતદાન ની ટકાવારી

16 :- રાધનપુર :- 47.63%*

17 :- ચાણસ્મા :- 50.42%*

18 :- પાટણ :- 51.81%*

19 :- સિધ્ધપુર :- 54.33%*

પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી :- 50.97%

08:00 થી 05:00 સુધી મતદાન ની ટકાવારી

16 :- રાધનપુર :- 58.93%*

17 :- ચાણસ્મા :- 62.02%*

18 :- પાટણ :-66.08%*

19 :- સિધ્ધપુર :- 63.10%

પાટણ જીલ્લાના કુલ મતદાનની ટકાવારી :- 62.53% રહેવા પામી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.