ચૂંટણી સંપન્ન થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ડો.કિરીટ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો..

પાટણ તા.5
18 પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો.કિરીટ પટેલે સાંજે 5:00 વાગે મતદાનની પ્રક્રિયા સંપન્ન બનતા પોતાના ટીબી ત્રણ રસ્તા ખાતેના મધ્યસ્થ કાર્યાલય ખાતે હળવાશની પળો માણી કાર્યકર્તાઓ શુભેચ્છકો અને સમર્થકોનો હૃદયથી આભાર વ્યક્ત કરી જીતનો આસાવાદ વ્યક્ત કર્યો હતો અને ચૂંટણીમાં પોતાની સાથે ખભે ખભો મિલાવીને સહભાગી બનેલા સહકારી અગ્રણી ડીજે પટેલ સાથે પાપડી ગાંઠિયા અને ગરમ ચા ની મીઝબાની માણી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન બની હોવાનો હસતાં ચહેરે આનંદ વ્યક્ત કર્યો હતો.