પાટણમાં આંબેડકર ચોક ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

પાટણ તા.6
પાટણ શહેરના બગવાડ દરવાજા પાસે ભારતના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે દલિત સમાજ સહિત ભાજપ ,કોગ્રેસ,આપ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે શહેર ના બગવાડા પાસે સ્થાપિત ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પાટણ શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને આ વિસ્તારના દલીત સમાજ સહિત ભાજપ ,કોગ્રેસ,આપ કાર્યકરો એ ડૉ બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી .

સ્વયમ સૈનિક દળ દ્વારા શિસ્ત બંધ શહેર માં રેલી યોજી તેઓનાં જીવન ઝરમર ને ખાસ યાદ કરીને ડોક્ટર બાબા આંબેડકર અમર રહો ના નારા લગાવી શ્રધ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.
આ નિર્વાણ દિનની ઉજવણી પ્રસંગે નરેન્દ્રભાઇ પરમાર, ખેમચંદભાઈ પરમાર, વિનોદભાઇ સોલંકી, આનંદકુમાર ચૌહાણ, પ્રકાશ સેધલ, એન ડી મકવાણા, હર્ષદ વર્મા, સહિત મોટી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા.