શ્રી બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગ બાળકો માટે વોકેશનલ સેન્ટર શરૂ કરી આત્મ નિર્ભર બનાવવા પ્રયાસ સરાહનીય બન્યો..

પાટણ તા.6
ગુજરાત સીએસઆર ઓથોરિટી અમદાવાદ અને યુજીવીસીએલ અનુદાનિત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકો માટેનું વોકેશનલ તાલીમ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની કામુક પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મહેસાણા ખાતે ફ્રી વોકેશનલ અને વોકેશનલ તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે જેમાં કુલ 26 બાળકો આ કેન્દ્ર હેઠળ વકેશનલ તાલીમ મેળવી રહ્યા છે તેમજ તેમાંથી ચાર બાળકો આત્મનિર્ભર થઈ પોતાના પગ પર ઊભા થઈ ગયા છે તેઓ જાતે જ બનાવેલ વસ્તુઓનું અગરબત્તી, આર્ટિફિશિયલ જ્વેલરી, રૂની દિવેટ તેમજ સીઝનેબલ વસ્તુઓનું વેચાણ કરી માસિક સાત થી આઠ હજાર રૂપિયા જેટલું કમાઈ રહ્યા છે તેમજ બીજા બાળકો પણ મત સેન્ટર દ્વારા બનાવેલ વસ્તુઓનું અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન કરી આવક મેળવી રહ્યા છે. સંસ્થા દ્વારા આ મહેસાણા ખાતે આવા દિવ્યાંગ બાળકો માટે નું તાલીમ કેન્દ્ર શરૂ કરી મહેસાણા જિલ્લાના દિવ્યાંગ બાળકોને પોતાના પગ પર કરવાનો તેમજ આવા દિવ્યાંગ બાળકોની આંતરિક શક્તિઓનો વિકાસ કરવાનો ખૂબ જ સફળ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સદર કાર્યને ભવિષ્યમાં પણ ખૂબ જ સારી એવી પ્રગતિ કરે તેવી કામના સાથે મહેસાણા શહેર તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં પણ સંસ્થા દ્વારા આવા વિવિધ સેન્ટરો શરૂ કરી દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સાથે લઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.