પાટણ પંથકમાં નમૅદાની ડિસ્ટ્રિક્ટ કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાની સમસ્યા યથાવત રહેતા ખેડૂતોમાં રોષ…

કેનાલોમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ગામડા પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા…

ખેતારો મા વાવેતર કરાયેલ શિયાળુ પાકોને ભારે નુકસાન..

પાટણ તા.6
પાટણ જીલ્લાની રણકાંધીએ આવેલા તાલુકાઓ માંથી પસાર થતી નર્મદા નિગમ સંચાલિત ડીસ્ટ્રીકટ કેનાલોમાં ગાબડા પડવાની સમસ્યાઓ યથાવત રહેવા પામી છે. રાધનપુર નર્મદા નિગમની બેદરકારીને કારણે બામરોલી ડિસ્ટ્રીકટ કેનાલમાં અલગ અલગ જગ્યાએ ૩ જેટલા ગાબડા પડતા આસપાસના ખેડૂતોના ખેતરોમાંઢીંચણસમા પાણી ફરી વળ્યા હતા જેને લઇ રવિસીઝનના પાકને મોટું નુકશાન થવા પામ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાના જારુષા ગામ નજીકથી પસાર થતી બામરોલી ડીસ્ટ્રીકટ કેનાલ તેમજ માયનોર કેનાલ સહિત અન્ય સ્થળેથી પસાર થતી કેનાલોમાં આજે ગાબડા પડતા તેનું હજારો લીટર પાણી આસપાસના ચારથી વધારે ખેતરોમાં ફરી વળ્યુ હતું ત્યારે કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેતરોમાં ઢીંચણસમા પાણી ફરી વળ્યા હતા જેને કારણે ખેડૂતોએ રવિસીઝનમાં વાવેતર કરેલ જીરુ અને રાયડાનું વાવેતર પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યું છે.

કેનાલોનું મેન્ટેનન્સ તેમજ સફાઇ વિના જ રાધનપુર નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતા તેની બેદરકારીને કારણે ગાબડા પડવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. આજરોજ સર્જાયેલી આ ગાબડા પડવાની સમસ્યાથી ખેડૂત ભીલ દશરથભાઈ, પ્રજાપતિ હિરાભાઈ, ભીલ અશ્વિનભાઇ તેમજ સીપાઈ જરીનાબેનના ખેતરમાં ઢીંચણસમા પાણી ફરી વળતા તેમના ખેતરમાં જીરુ અને રાયડાના ઉભા પાકનો પાણીમાં સોત વળી જવા પામ્યો છે જેને કારણે ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

નોંધનીય છે કે રાધનપુર નર્મદા તંત્રની બેદરકારીને કારણે ખેડુતોના ખેતરમાં ભ્રષ્ટાચારનું પાણી ફરી વળ્યુ હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહયું છે.