પાટણ ધારાસભ્ય નું facebook એકાઉન્ટ હેક કરી પૈસાની માગણી કરાઈ…

ધારાસભ્ય દ્વારા એકાઉન્ટ હેક કરાયું હોય કોઈ નાણાકીય વ્યવહાર ના કરવા સૌને અપીલ કરી.

પાટણ તા.6
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ નું facebook એકાઉન્ટ કોઈ અજાણ્યા ઈશમ દ્વારા હેક કરીને તેમના મિત્ર વર્તુળ પાસે પૈસાની માગણી કરવામાં આવતી હોવાનું સામે આવતા તેમને તેમના મિત્ર સર્કલ અને લોકોને નાણાકીય કોઈપણ વ્યવહાર ના કરવા અપીલ કરવામાં આવી છે.

પાટણમાં સોમવારે મતદાન પૂર્ણ થતા મધરાત્રે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલના facebook માં કિરીટ પટેલ નામનું ફેસબુક એકાઉન્ટ હોય કોઈ અજાણા ઈશમ દ્વારા તેને હેક કરીને તેમાંથી તેમના મિત્ર સર્કલ અને લોકોને પૈસાની અત્યંત જરૂર હોય તાત્કાલિક તેમના paytm માં નાખવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા હતા. પૈસાની માગણી કરવા મામલે તેમના મિત્ર વર્તુળ દ્વારા ધારાસભ્યને ટેલીફોનિક જાણ કરવામાં આવતા તેમને આ બાબતે તાત્કાલિક ધોરણે પોતાના મિત્ર સર્કલ વર્તુળ અને લોકો ને નાણાકીય છેતરપિંડી ના થાય તેવા હેતુથી કોઈપણ નાણાકીય વ્યવહાર મારા નામથી ના કરવા માટે facebook માં પોસ્ટ કરીને જાણ કરવામાં આવી હતી તો આ બાબતે ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા પોલીસને પણ જાણ કરાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.