ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 66મી નિવૉણ તિથિ નિમિત્તે આરએસએસ દ્વારા ઘોષ પથક યોજી શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા…

પાટણ તા.૭
બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર ની 66 મી નિર્વાણ તિથિ નિમિત્તે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો સહિત રાજકીય પાર્ટીઓ દ્વારા શ્રદ્ધા સુમન સમર્પિત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર ને વાગોળવામાં આવ્યા હતા.

ત્યારે ભારતીય બંધારણનાં ઘડવૈયા અને ભારત રત્ન ડૉ બાબા સાહેબ આંબેડકર નાં 66 માં નિર્વાણ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ઘોષ પથક યોજી વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ બગવાડા દરવાજા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નાં 66 માં નિર્વાણ તીથી દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરએસએસ ના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ પાટણના પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.