જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણો કોની બની રહી છે સરકાર, શું છે આગાહી

8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા જાહેર કરાયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાની આગાહી જ્યોતિષના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આવતી કાલે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠકો સાથે સત્તા હાંસલ કરશે તેની ઉત્સુકતા સતત વધી રહી છે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા જાહેર કરાયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાની આગાહી જ્યોતિષના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મોટાભાગના જ્યોતિષીઓના મતે ભાજપ ઘટેલી બહુમતી સાથે સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે. 

નેતાઓ પણ જ્યોતિષશાસ્ત્રના સહારે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ અનેક સર્વે એજન્સીઓએ પોતાના સર્વે જાહેર કરી દીધા છે આવા સમયે એ પણ જાણવું જોઈએ કે ગ્રહો શું કહી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો પ્રમાણે શું આવશે ચૂંટણીના પરીણામો તેના પર પણ સૌ કોઈની દ્ર્ષ્ટી છે ત્યારે કેટલાક નેતાઓ કે જેઓ જ્યોતિષમાં ખૂબ જ વિશ્વાસ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક જ્યોતિષનો સહારો પણ લઈ રહ્યા છે. ભારતીય વૈદિક જ્યોતિષમાં ભવિષ્યની ઘટનાઓ, દેશ-દુનિયા અને રાજનીતિની આગાહી કરવા માટે કેટલીક જ્યોતિષની શાખા છે જેની મદદથી ઘણી આગાહીઓ કરવામાં આવતી હોય છે. જેમાં ગ્રહોનો સંકેત એવો છે કે જે વર્તમાન શાસક પક્ષ વિજેતા તો બનશે જ એટલું જ નહીં અગાઉ કરતાં વધુ બેઠક લઈને આવશે.

વિરોધ પક્ષ માટે જ્યોતિષ નિષ્ણાતો શું કહી રહ્યા છે 

જ્યોતિષના નિષ્ણાતો અનુસાર 8મી ડીસેમ્બરની ગોચર કુંડળીમાં વિપક્ષના સ્થાનનો માલિક શુક્ર વ્યવસ્થાનના માલિક બુધ સાથે છઠ્ઠા એટલે કે, કોમ્પિટિશના સ્થાનમાં બેઠો છે જે જ્યોતિષશાસ્ત્ર મુજબ સ્પષ્ટ દર્શાવે છે કે, આ ચૂંટણીમાં વિરોધ પક્ષનો પરાજય થશે. આઠમી ડીસેમ્બરની ગોચર કુંડળીમાં વિપક્ષના સ્થાનનો માલિક શુક્ર વ્યયસ્થાનના માલિક બુધ સાથે છઠ્ઠા એટલે કે કોમ્પિટીશનના સ્થાનમાં બેઠો છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ ચૂંટણીમાં વિરોધ પક્ષનો પરાજય થશે.

જ્યોતિષ મુજબ ભાજપને મળી રહી છે આટલી સીટો 

જ્યોતિષના નિષ્ણાતો મુજબ ભાજપને 95થી 115, કોંગ્રેસને 70થી 80 અને AAPને 6 થી 8 અને અન્યને 2થી 4 બેઠકો મળી શકે છે. બીજી તરફ કેટલાક જ્યોતિષશાસ્ત્રીઓના મતે ભાજપ બહુ મોટી નહીં પરંતુ પાતળી બહુમતિ સાથે સત્તા જાળવવામાં સફળ રહેશે. આ સાથે તેમનું એમ પણ માનવું છે કે સત્તાકાળ દરમિયાન ભાજપમાં આંતરિક કલહ પણ સમય જતા જોવા મળી શકે છે.