કતપુર એન્જિનિયરિંગ કોલેજમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ટૂંક સમયમાં શરૂ થનાર મત ગણતરી પ્રક્રિયા…

ચારે ચાર વિધાનસભા બેઠકના ઉમેદવારો પોતાના એજન્ટો સાથે કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવી પહોંચ્યા..

પાટણ તા.૮
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રિયા આજરોજ સવારે 8:00 કલાકે કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાય તે પૂર્વે તમામ ઉમેદવારોના એજન્ટોને તેમજ ઉમેદવારોને તપાસીને કતપુર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો.કિરીટભાઈ પટેલ કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવી પહોંચતા મીડિયા દ્વારા તેઓને શુભેચ્છા પાઠવી હતી જ્યારે તેઓએ પોતે 75 હજાર મતથી વિજેતા બનશે તેઓ આશાવાદ વ્યક્ત કરી તેમના સમર્થકો પાટણ મત વિસ્તારના મતદારોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તો ચાણસ્મા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલીપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી ઠાકોર બાજુ બાજુની ખુરશીમાં બેસીને મત ગણતરી પ્રક્રિયા શરૂ થાય તે માટેના ઇંતજાર કરતા જોવા મળ્યા હતા. મત ગણતરીની શરૂઆત બેલેટ પેપર ની કરવામાં આવનાર હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું.