પાટણ અને ચાણસ્માના મતદારો દ્વારા કોંગ્રેસનાં પંજાનો પરછમ લહેરાવ્યો..

રાધનપુર અને સિધ્ધપુર બેઠક પર કમળ ખીલ્યું..

પાટણ તા.૮
પાટણ જિલ્લામાં 2017 માં પાટીદાર આંદોલન અને ઠાકોર સેનાના આંદોલન ના કારણે એકમાત્ર ચાણસ્મા બેઠક ભાજપ જીતી હતી. અન્ય ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. ત્યારે 2022માં ફરી ભારે રસા કશી ભર્યો ચાર બેઠકો ઉપર જંગ જામ્યો હતો જેમાં પરિણામ જાહેર થતાં રાધનપુર અને સિદ્ધપુરમાં બંને કોંગ્રેસના ઉમેદવારોને હરાવી સત્તા પરિવર્તન સાથે ભાજપના બંને ઉમેદવારો જીત્યા હતા. ત્યારે પાટણ બેઠક ઉપર ફરી બીજી વાર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ જીત્યા હતા. તો ચાણસ્મા બેઠક ઉપર 2017 માં જીતેલા ભાજપના પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર આ વખતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી ઠાકોર સામે હાયૉ છે.

પાટણમાં ભાજપના ઉમેદવાર રાજુલબેન સહિત પાટણ વિધાનસભા નાં ચારે ચાર ઉમેદવારો ના સમથૅન માં વડાપ્રધાને ખુદ જંગી જાહેર સભા યોજી હતી અને વધુમાં વધુ મત મળે તે માટે લોકોને અપીલ પણ કરી હતી છતાં પણ પાટણ બેઠક નાં ઉમેદવાર ડો રાજુલબેન 19,000 જેટલા મતોથી ડો કિરીટ પટેલ સામે હારતા નરેન્દ્ર મોદીનો પણ મેજિક અહીંયા કામ કર્યો ન હતો.

તો ચાણસ્મા ભાજપના ઉમેદવાર નાં સમર્થનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સભા ગજવી હતી છતાં પણ ચાણસ્માના મતદારો ના રિઝાતા કોંગ્રેસના ઉમેદવારને સામાન્ય 1200 જેટલા મતોથી જીતાડી દીધા છે ત્યારે બંને કેન્દ્રના નેતાઓ પાટણમાં આવ્યા બાદ પણ બે બેઠકો ભાજપને ગુમાવી પડી હોય સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે

બેઠક – 2017 – 2022
પાટણ- કોંગ્રેસ- કોંગ્રેસ
ચાણસ્મા- ભાજપ- કોંગ્રેસ
રાધનપુર – કોંગ્રેસ- ભાજપ
સિધ્ધપુર- કોંગ્રેસ- ભાજપ