પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ડો. કિરીટ પટેલનો વિજય થતા કાર્યકર્તાઓએ ભવ્ય આતશબાજી કરી..

પાટણ વિધાનસભા નાં બાકી વિકાસ કામો પૂર્ણ કરવા અભિલાષા વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા.૯
18 પાટણ વિધાનસભા ના ઉમેદવાર ડોક્ટર કિરીટ પટેલ નો 17000 થી વધુ મતથી વિજય થતા તેમના સમર્થકો અને પાટણના મતદારોમાં આનંદની લહેર છવાઈ જવા પામ્યા હતા. પાટણ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને માત આપી ને વિજય બન્યા હોય તેઓનાં વિજય જસ્ન ને તેમના બહોળા કાયૅકતૉઓએ શહેરના બગવાડા દરવાજા ખાતે ભવ્ય આતશબાજી કરી ને મનાવ્યો હતો.

શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત આ આતશબાજી દરમિયાન પાટણના મતદારોએ વિજેતા ઉમેદવાર ડો કિરીટ પટેલ ને શુભેચ્છાઓ પાઠવી પાટણના અધૂરા વિકાસ કામો ને પરિપૂર્ણ કરવા અભિલાષા વ્યક્ત કરી હતી.

બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ડો કિરીટ પટેલ નાં વિજયોત્સવ ને યાદગાર બનાવવા આયોજિત ભવ્ય આતશબાજી ને નિહાળવા મોટી સંખ્યામાં પાટણના નગરજનો બગવાડા દરવાજા ખાતે ઉમટી પડ્યા હતા.