પ પૂ શ્રી દોલતરામજી બાપુ આશ્રમ જુનાગઢ ખાતે નવીન હોલ નું ખાત મુહુર્ત કરાયું…

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સંતો મહંતો અને ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..

પાટણ તા.૮
પાટણ પંથકમાં આવેલા પ્રસિદ્ધ નોરતા નામના સંત શિરોમણી પ પૂ દોલતરામ મહારાજના સૌરાષ્ટ્ર નાં જુનાગઢ ખાતે શ્રી દોલતરામજી બાપુ આશ્રમ ખાતે નવીન હોલ માટે નુ ખાત મુહુર્ત આજરોજ ઉત્તર ગુજરાત ના સંતો અને ગિરનાર ના સંતો સાથે ભાવિક ભકતોની વિશાળ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

જુનાગઢ સ્થિત શ્રી દોલતરામજી બાપુ આશ્રમ ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા સાધુ સંતો મહંતો અને ભક્તજનો ને પ પૂ શ્રી દોલતરામ બાપુ સહિતના પરિવારજનો એ આવકારી સ્વાગત સન્માન સાથે સમૂહ ભોજન સાથે યથા યોગ્ય ભેટ અપૅણ કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.