રખડતાં ઢોરો ની સમસ્યા: પાટણના સરસ્વતી તાલુકાના અઘાર ગામે બે મહિલાઓ થઈ ઇજાગ્રસ્ત

ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ બે મહિલા ને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી..

રખડતાં ઢોરો ની સમસ્યાનો અંત આણવા કડક કાર્યવાહી ની લોકો માં માંગ ઉઠી..

પાટણ તા.૯
પાટણ શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો હોય તેમ શુક્રવારના રોજ વહેલી સવારે સરસ્વતી તાલુકાના અઘાર ગામે માઢ પાર્ટી વિસ્તારમાં વિફરેલા આખલા એ માર્ગ પરથી પસાર થતી ત્રણ મહિલાઓને અડફેટે લેતાં ત્રણ મહિલાઓ પૈકીની બે મહિલાઓને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે બંનેના મોત નીપજયા હતા જ્યારે એક મહિલાને ગંભીર હાલતમાં પાટણ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

આ સમગ્ર ઘટનાની ગામના પૂર્વ સરપંચ દ્વારા અપાયેલ હકીકત મુજબ શુક્રવારની વહેલી સવારે સરસ્વતી તાલુકાના અખાર ગામે માઢ પાર્ટીમાં રહેતાં દરબાર મંગાબેન દીપસિહ ઉ.વ.૯૦ અને દરબાર કન્સુબેન હેમંતસિહ ઉ.વ.૫૦ તેમજ દરબાર મંગુબેન ઉ.વ.આ.૪૫ વર્ષ નાઓ સહિતની કેટલીક મહિલાઓ પોતાના ધરેથી ખેતરમાં ભેંસ દોહવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક હરાયા બનેલા રખડતા આખલાએ આ મહિલાઓ ઉપર હિચકારો હુમલો કરતાં મહિલાઓએ બુમરાણ મચાવતા અફડા તફડી સાથે ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ગામનાં કેટલાક યુવાનો એ ધટના સ્થળે દોડી આવી આ હરાયા આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હરાયા બનેલા આ આખલાએ દરબાર મંગાબેન દીપસિહ અને દરબાર કન્સુબેન હેમંતસિહ ને બરોબર નાં ફદેડતા તે બન્ને મહિલાઓના ધટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી જવા પામ્યા હતા તો દરબાર મંગુબેન સહિતની મહિલાઓ ને મહામુસીબતે ગ્રામજનો દ્વારા હરાયા આખલાની ચુંગાલમાંથી છોડાવી ઇજાગ્રસ્ત બનેલ બે મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

અધાર ગામના માઢ પાર્ટી વિસ્તારમાં હરાયા આખલાએ મચાવેલા આતંકના પગલે ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ શહેર સહિત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરો નો આતંક સામે આવતાં લોકો માં આવા રખડતા ઢોરો ની સમસ્યાનો અંત આણવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.