પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં વાવેતર કરાયેલ વિવિધ પ્રકારના વૃક્ષો ની જાણકારી આપતું પુસ્તક તૈયાર કરાયું..

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના એચઓડી અને સ્ટોર કીપર ની મદદથી તૈયાર કરાયેલ પુસ્તક નું રવિવારે વિમોચન કરાશે..

પાટણ તા.૯
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ કેમ્પસમાં ૨૨૫ એકર જમીન પર અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જે તમામ પ્રકારના વૃક્ષોનું આરોગ્યની દ્રષ્ટિએ શું મહત્વ રહેલું છે તેની જાણકારી આપતું પુસ્તક યુનિવર્સિટી ના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ના એચઓડી ડો. સંગીતા શર્મા અને સ્ટોર કીપર કમલેશ શ્રીમાળીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે જે પુસ્તક નું વિમોચન રવિવારના રોજ યુનિવર્સિટી નાં કન્વેશન હોલ ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે.વોરા સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી નાં સૂત્રોએ જણાવ્યું હતું.

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના એચઓડી ડોક્ટર સંગીતા શર્મા દ્વારા સ્ટોર કીપર કમલેશ શ્રીમાળીના સહયોગથી તૈયાર કરેલ વૃક્ષો ની જાણકારી આપતા પુસ્તક વિશે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા માહિતી આપતાં જણાવ્યું હતું કે પહેલા નાં જમાના નાં લોકો વૃક્ષો નુ મહત્વ અને આરોગ્ય માટે ક્યાં પ્રકારનું વૃક્ષ મહત્વનું છે તે જાણતાં હોવાથી મોટા ભાગની બિમારીઓ તેઓ વૃક્ષો નાં ઉપયોગ થી દુર કરતાં હતાં જેમ રામાયણમાં સીતામાતાને અશોક વાટીકા માં રાખવામાં આવ્યા હતા તે અશોક નામનાં વૃક્ષ નો આરોગ્ય માટે ચમત્કાર શું છે તેની જાણકારી સાથે ટેટુ નામનાં વૃક્ષ દ્વારા આરોગ્ય લક્ષી અનેક લાભો સહિતના અનેક વૃક્ષો વિશે જેમ જુના જમાનામાં લોકો જાણતા હતાં તેવી જાણકારી પુસ્તક દ્વારા આજનાં જમાનાના લોકો ને ઉપલબ્ધ બની રહે તેવા ઉદ્દેશથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.