ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી ઠાકોરના વિજય ની માનેલી માનતા પૂર્ણ કરાઈ..

ધારાસભ્ય તરીકે ચુંટાયેલા દિનેશજી ઠાકોરે માતાજીના દર્શન કરી પોતાના ધારાસભ્ય તરીકે ની કામગીરી શરૂ કરી..

પાટણ તા.૧૩
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૭-ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી આતાજી ઠાકોર વિજય બને તે માટે તેમના સમથૅકો દ્વારા માતાજી ની બાધા માનતાઓ રાખવામાં આવી હતી જેનાં ફળ સ્વરૂપે કોંગ્રેસ નાં ઉમેદવાર દિનેશજી આતાજી ઠાકોર નો ચાણસ્મા વિધાનસભા બેઠક પર ભાજપ નાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સામે વિજય થતાં તેમના સમથૅકો દ્વારા રાખવામાં આવેલ બાધા માનતાં પરિપૂર્ણ કરવામા આવી રહી છે ત્યારે દિનેશજી ઠાકોર નાં વિજય માટે તેમના સમથૅક એવા લોલાડા ગામના જીવાભાઈ ખેર દ્વારા માનવામાં આવેલ બાધા પ્રમાણે લોલાડા ગામ મા આવેલા નાડોદા રાજપૂત સમાજના ખેર શાખાના કુળદેવી હરસિંધ્ધ માતાજી અને મા મહાકાળી ના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે દર્શન કરીને પોતાની ગાડી ઉપર મૂકવાની નેમ પ્લેટ mla of gujarat ને માતાજીના ચરણોમાં સમર્પિત કરી આશીર્વાદ મેળવી પોતાના ધારાસભ્ય તરીકેની કામગીરી ના શ્રી ગણેશ કર્યા હતા.