રાધનપુર કોંગ્રેસનાં ઉમેદવારે પોતાની કારમી હાર નું કારણ પ્રદેશ અધ્યક્ષ અને રાધનપુર કોંગ્રેસ પર ઢોળ્યુ..

કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને સોનિયા ગાંધી ને પત્ર લખી અવગત કર્યા..

રધુ દેસાઈ ની હાર માટે જવાબદાર પ્રદેશ અધ્યક્ષ કે રાધનપુર કોંગ્રેસ નહીં પરંતુ તેની વાણી,વિલાસ અને વતૅન રહ્યું હોવાનો ગણગણાટ..

પાટણ તા.૧૩
રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લવીગજી ઠાકોર સામે 22,000 કરતાં વધુ મતોથી હારનો સામનો કરનારા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાની હાર નો ટોપલો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રાધનપુરના સ્થાનિક કોંગ્રેસી આગેવાનો ઉપર ઢોળ્યો છે અને આ બાબતે તેઓએ કોંગ્રેસ મોવડી મંડળ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે તેમજ સોનિયા ગાંધી ને પત્ર લખી અવગત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક પર થી ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રધુ દેસાઈ ની કારમી હાર થતાં પ્રથમ મિડિયા સમક્ષ તેઓએ ઇવીએમ મશીન પર માછલાં ધોઈ પોતાની હાર થઈ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેઓએ પોતાની હાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રાધનપુર કોંગ્રેસ નાં આગેવાનો જવાબદાર ગણાવી કોંગ્રેસ મોવડી મંડળ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે તેમજ સોનિયા ગાંધી ને પત્ર લખી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાધનપુર વિધાનસભાની બેઠક પરથી જંગી મતોથી પરાજીત થયેલાં કોંગ્રેસ નાં ઉમેદવાર રધુ દેસાઈ એ પોતાની હાર નો ટોપલો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાધનપુર કોંગ્રેસ નાં આગેવાનો ઉપર ઢોળવાની બાબતને લઈને કોંગ્રેસના કેટલાક સુત્રોએ પોતાનો બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રધુ દેસાઈ ને તેની વાણી વિલાસ અને વતૅને જ હારનું પરિણામ બતાવ્યું છે બાકી વિધાનસભાની ચૂંટણીમાં દરેક કોંગ્રેસ નાં આગેવાનો અને કાર્યકરો સહિત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર વિજય બને તે માટે નાં પ્રયાસો કરાયા હોવાનો ગણગણાટ કોંગ્રેસ નાં સુત્રોમા સાંભળવા મળ્યો હતો.