
બુધવારના રોજ ૭૦૦ ઉપરાંત રહિશો વિરોધ પ્રદર્શિત કરી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે..
પાટણ તા.૧૩
પાટણ શહેર ના ખાલકસાપીર રોડ પર આવેલ રેલ્વે ફાટક ની બહાર ની સાઈડમાં 7 થી વધુ સોસાયટીઓ આવેલી છે ત્યારે રેલવે સતાધીશો દ્વારા ઉપરોક્ત રેલવે ફાટક ને કાયમી ધોરણે બંધ કરવાની વિચારણા ચાલી રહી છે જેને લઇને ફાટક બહાર રહેતાં સોસાયટીના રહીશો મુંજવણ માં મુકાયાં છે.આ રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરવામાં આવે તો વિસ્તારના રહીશો ને તેમજ સ્કુલે જતાં બાળકોને આવવા જવા માટે મુશ્કેલી સજૉઈ તેમ હોય જેને કારણે રેલવે ફાટક ની બહાર આવેલ સોસાયટી નાં રહીશો રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરવામાં ન આવે તે બાબતને લઈને આવતી કાલે બુધવારના રોજ આ વિસ્તાર ની તમામ સોસાયટી ના ૭૦૦ થી વધુ રહિશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલવે તંત્ર દ્વારા એકાએક ફાટક બંઘ કરી દેવાનો હુકમ રદ્ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરનાર હોવાનું આ વિસ્તાર માં રહેતા ભરતભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.