શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા માતાજી સન્મુખ હિંડોળા દર્શન મનોરથ યોજાયો..

મોટી સંખ્યામાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી હિંડોળા દર્શન મનોરથ નો લ્હાવો લીધો..

પાટણ તા.૧૩
પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર સન્મુખ બિરાજમાન શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિર પરિસર ખાતે 21 દિવસીય અન્નપૂર્ણા મહોત્સવ ઉજવાઈ રહયો છે ત્યારે મહોત્સવ દરમિયાન શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા વિવિધ પ્રકારના મનોરથનુ ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ મંગળવારના રોજ હિંડોળા દર્શન મનોરથ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હિંડોળા દર્શન મનોરથને સફળ બનાવવા શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિના ભાઈઓ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી મનોરથને સજાવવામાં આવ્યો હતો. જે મનોરથના દર્શનનો લાભ મોટી સંખ્યામાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ લઈ અન્નપૂર્ણા માતાજીના હિંડોળાને હિંચકાવી પોતાની જીવન નૈયા સુખરૂપે પરિપૂર્ણ બને તેવી પ્રાર્થના સાથે કામના કરી હતી.