
પાટણ તા.૧૩
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે કુલપતિ ડૉ.જે.જે. વોરાની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠકમાં યુનિવર્સિટીના કાયમી ચાર વહીવટી અધિકારી તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક 80 કરાર આધારિત કર્મચારીઓના ચાર મહિના પૂર્વે થયેલ ઈન્ટરવ્યુ દરમિયાન ભરતીની પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોના કવર ખોલવાની પ્રક્રીયા જે વિલંબમાં પડેલ હતી તે નિમણૂક પ્રક્રિયાઓ કરવા માટે કારોબારી કમિટીએ બેઠક દરમિયાન કુલપતિને સત્તા આપી હતી જે સતા ની રૂએ કુલપતિ દ્વારા સાંજે પંસદગી પામેલા ઉમેદવારોના કવર ખોલી નિમણૂંક પ્રક્રીયા શરૂ કરાઇ હતી.જેમાં સાંજે
ચાર કાયમી વહીવટી અધિકારીઓની નિમણૂંક ઉપર કુલપતિ એ મહોર મારી હતી.
યુનિવર્સિટી કુલપતિ દ્વારા બંધ કવર ખોલી કાયમી નિમણૂક પામેલા ચાર વહીવટી અધીકારી પૈકી મુખ્ય હિસાબી અધિકારી તરીકે એલ.જે પટેલ,નાયબ કુલસચિવ તરીકે કમલ મોઢ, મદદનીશ કુલસચિવ તરીકે પારૂલ ત્રિવેદી અને નાયબ ઈજનેર તરીકે વિપુલભાઈ સાડેસરાને મંગળવારના રોજ વિધીવત રીતે તેઓના નિમણૂક ઓડૅર કરવામાં આવતાં યુનિવર્સિટી માં વર્ષોથી ખાલી પડેલ ચાર અધિકારીઓની નિમણૂક થતાં યુનિવર્સિટી ની કામગીરી વેગવંતી બનશે તેવી આશા યુનિવર્સિટી નાં સતાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે મંગળવારે કાયમી ચાર વહીવટી અધીકારીઓને આપવામાં આવેલા નિમણૂક ઓડૅર સમયે કમલ મોઢ અગમ્ય કારણોસર હાજર રહી ન શક્યા હોવાનું યુનિવર્સિટી નાં સુત્રોએ જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા કાયમી નિમણૂક કરવામાં આવેલા વહીવટી અધિકારીઓ માં મુખ્ય હિસાબી અધિકારી એલ.જે.પટેલ,-નાયબ કુલસચિવ (રજીસ્ટ્રાર) કમલ મોઢ,મદનનીશ કુલસચિવ (રજીસ્ટ્રાર) પારુલ ત્રિવેદી અને નાયબ ઇજનેર વિપુલભાઈ સાંડેસરા નો સમાવેશ થાય છે.