પાટણ શહેરમાં બે દુકાનો તેમજ ચાણસ્મા શહેરમાં ચાર મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા..

રોકડ રકમ તેમજ દર દાગીના લઈ તસ્કરો પલાયન થયા : પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..

પાટણ પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય : ચોરીના બનાવો વધતાં લોકો માં ફફડાટ..

પાટણ તા.૧૪
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે આ ફૂલ ગુલાબી ઠંડીનો લાભ ઉઠાવવા તસ્કર ટોળકી પણ સક્રિય બની હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી પાટણ જિલ્લાના વિવિધ શહેરોમાં ઘર ફોડ ચોરીના બનાવોને અંજામ આપતી ટોળકી દ્વારા લાખો રૂપિયા ના દર દાગીના અને રોકડ રકમની તસ્કરી કરી પલાયન થયા હોવાની ફરિયાદો પાટણ જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર ફરિયાદ નોંધાતા પ્રકાશમાં આવવા પામી છે. ત્યારે ગત રાત્રીના સુમારે પાટણ શહેરના અનાવાડા દરવાજા નજીક બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હોવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તો ચાણસ્મા શહેર માં ધરફોડ તસ્કરો દ્વારા ચાર મકાનોને નિશાન બનાવી દર દાગીના અને રોકડ રકમ ની તસ્કરી કરી પલાયન થયા હોવાની ધટના પ્રકાશમાં આવતા લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો પોલીસ તંત્ર દ્વારા રાત્રી પેટ્રોલીંગ સધન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાટણ શહેરના અનાવાડા દરવાજા નજીક આવેલ ચૌધરી સિમેન્ટ ડેપો અને શ્રી ગણેશ સિમેન્ટ ટ્રેડિંગ નામની દુકાનોના લોક તોડી કોઈ અજાણ્યા તસ્કરો ચૌધરી સિમેન્ટ ડેપો ની તિજોરીમાંથી રૂપિયા 6000 રોકડ તેમજ શ્રી ગણેશ સિમેન્ટ ટ્રેડિંગ માંથી 32 ઇંચ નું ટીવી ચોરી કરી ગયા હોવાનું દુકાન માલિકોએ જણાવ્યું હતું તો તસ્કરો દ્વારા દુકાનમાં લગાવેલા સીસી કેમેરા પણ તોડી નાખ્યા હોય બનાવની વહેલી સવારે દુકાને આવેલાં વેપારીઓ ને થતા તેઓએ આ બાબતે પોલીસ ને જાણ કરી હતી.
તો પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરની પ્રભુ કૃપા સોસાયટીમાં પણ ગતરોજ રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો એ ત્રાટકી એકી સાથે ચાર જુદા જુદા મકાનોમાં ચોરીના બનાવોને અંજામ આપી દર દાગીના અને રોકડ રકમ ની તસ્કરી કરી પલાયન થયા હોવાનું જાણવા મળ્યું છે.તો આ બાબતે પણ પોલીસ ને અવગત કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી તસ્કરો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શહેર માં ચોરી નાં બનાવને અંજામ આપનાર એક શખ્સ સીસીટીવી કેમેરા માં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં પાટણ શહેર સહિત જિલ્લામાં તસ્કરો સક્રિય બની ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે લોકો માં ફફડાટ ફેલાયો હોય પોલીસ તંત્ર દ્વારા રાત્રી પેટ્રોલીંગ સધન બનાવવામાં આવે તેવી માંગ લોકો માં ઉઠવા પામી છે.