પાટણમાં સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ ની પ્રતિમાને માલ્યાપણૅ સાથે શ્રધ્ધા સુમન સમર્પિત કરાયાં..

પાટણ તા.૧૫
અંખડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ગુરૂવારના રોજ પૂણ્યતિથિ નિમિત્તે પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વિવિધ રાજકીય પાર્ટીઓ, સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન દ્વારા માલ્યાપણૅ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ પ્રસંગે તેઓ દ્વારા ભારતની આઝાદી માટે અને અંખડ ભારતનાં નિમૉણ માટે કરાયેલા કાયૅ ને ઉપસ્થિત સૌએ વાગોળી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો,જય જવાન જય કિસાન નાં નારા લગાવી શ્રધ્ધા સુમન સમર્પિત કયૉ હતાં.