પાટણ માંથી મોબાઇલ તથા પર્સની ચીલઝડપ કરાનાર બે ઇસમોને પોલીસે દબોચ્યા..

ચોરીના મોબાઇલ ફોન અને રોકડ રકમ સાથે બન્ને શખ્સોને એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યા..

પાટણ તા.૧૫
પાટણ શહેર માંથી પસૅ અને મોબાઇલ ની તફડંચી કરનારા બે શખ્સો ને પોલીસે આબાદ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જીલ્લામાં બનતા મીલ્કત સબંધી અનડીટેક્ટ ગુના શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ની સુચના અનુસાર પાટણ એલસીબી પીઆઇ આર.કે અમીન તથા સાયબર ક્રાઇમ સેલના પીઆઈ પી.કે.પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે પાટણ શહેર માંથી પસૅ અને મોબાઇલ ની તફડંચી કરનારા અસપાકઅલી ઉર્ફે અરબાજ અબ્દુલશા ફકીર તથા નાસીરખાન મોહમદખાન બલોચ બન્ને રહે સરીયદ તા.સરસ્વતી જી.પાટણવાળાઓની બાતમીના આધારે અટકાયત કરી તેઓની પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૭,૨૫૦/- તથા રોકડ રકમ ૧૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૮,૨૫૦/- નો મુદ્દામાલ કબજે કરેલ અને સદરી મુદ્દામાલ બાબતે પુછતાં બન્ને આરોપીઓએ જણાવેલ કે આજથી આશરે વિસેક દિવસ પહેલા ડોક્ટર હાઉસ નજીક બે બહેનો એક્ટીવા લઇ જતા પાછળથી બેનના હાથમાંથી મોબાઇલ તથા પર્સ ઝુંટવીને ચોરી કરેલ હોવાનું તેઓએ જણાવતાં અને આ બાબતે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થયેલ હોય પોલીસે બન્ને શખ્સો ને મુદામાલ સાથે એ ડીવીઝન પોલીસ ને સોંપતા આગળ ની કાયૅવાહી પાટણ એ ડીવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.