ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નવનિયુક્ત કેબીનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા ને પાટણ ની પ્રભુતા એવા રાણકીવાવ તેમજ શહીદવીર  શ્રી વીર મેઘમાયાની છબી તથા પાટણ ના વિશ્વ વિખ્યાત પટોળાંને સ્મૃતિ સ્વરૂપે અર્પણ કરી તેઓશ્રીનું સન્માન કરતા પાટણ નિવાસી શ્રી મનિષભાઇ સોલંકી..

પાટણના વીરમાયા સંકુલની માહિતી પ્રદાન કરી પાટણ પધારવાનું આમંત્રણ પાઠવ્યું..

પાટણ તા.૧૫ ડિસેમ્બર ૨૦૨૨
હાલમાં રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં બહોળી બહુમતીથી ચૂંટાયેલા ભાજપના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરીયા ની ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા  તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે નિયુક્તિ  કરવામાં આવી છે . ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક અનુસૂચિત સમાજના મહિલા ધારાસભ્યનો કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે  સમાવેશ કરવામાં આવ્યો છે, જે સમસ્ત અનુસૂચિત સમાજ માટે આનંદ અને ગૌરવની વાત છે.

માનનીય મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાનાં પતિશ્રી મનોહરભાઈ બાબરીયાનાં પરમ મિત્ર એવા પાટણ ગુરૂકૃપા ગેસ સર્વિસ ના પ્રોપરાઈટર મનિષભાઇ સોલંકીએ ગુરુવાર નાં રોજ ગાંધીનગર ખાતે શ્રીમતી ભાનુબેન બાબરીયાને પાટણની પ્રભુતા એવા રાણકીવાવ તેમજ શહીદવીર શ્રી વીર મેઘમાયાની છબી તથા પાટણના  વિશ્વ વિખ્યાત પટોળાં દ્સ્મૃતિ સ્વરૂપે અર્પણ કરી તેઓશ્રીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી જૂના સંસ્મરણો તાજા કર્યા.

આ ઉપરાંત પાટણની ઐતિહાસિક વિરાસત એવા  શ્રી વીરમેઘમાયા સ્મારક વિશે મંત્રીશ્રીને માહિતગાર કરી પાટણ પધારવા માટે આમંત્રણ પાઠવ્યું જેનો કેબીનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ સહષૅ સ્વીકાર કરી શ્રી મનિષભાઇ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો.