પાટણ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને આબાદ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

પોલીસે ૧૪ કીલો ૫૮૬ ગ્રામ ગાંજો કિ.રૂ.૧,૪૫,૮૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો..

પાટણ તા.૧૫
સમી પો.સ્ટે.વિસ્તારના ધધાણા ગામમાં બિન અધિકૃત રીતે ગાંજાનો વેચાણ કરતા એક આરોપીને પાટણ એસઓજી પોલીસ ટીમે ૧૪ કીલો ૫૮૬ ગ્રામ કિ રૂ.૧,૪૫,૮૬૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPS નો કેસ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે સુચના અને માર્ગદર્શન આધારે પાટણ એસઓજી પીઆઈ આર.જી.ઉનાગર નાઓએ જીલ્લામાં કેફી પદાર્થોનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા આરોપી બજાણીયા દીનેશાભાઈ ઓખાભાઈ પુંજાભાઈ રહે ધધાણા ડાભીવાસ તા.સમી જી.પાટણ વાળા નાઓને પોતાના રહેણાક મકાનમાથી બીન અધિકૃત રીતે સુકા ગાંજાનો વેચાણ કરતા મુદામાલ સાથે પકડી પાડી NDPS એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપી તથા મુદ્દામાલ સમી પો.સ્ટે સોપવામાં આવેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.