
પાટણ તા.16
પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્યક્રમ ના ભાગરૂપે તેમજ બાળકોમાં રહેલી સમૂહ ભાવના, નેતૃત્ત્વ, સાહસિકતાના ગુણોનો વિકાસ, ક્રિયાશીલતા, વિચાર શક્તિ , આત્મવિશ્વાસ અને સર્જાનાત્મ્ક,મૌલિકતાના વિવિધ કૌશલ્યો કેળવાય અને બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તે હેતુથી બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંડળના પ્રમુખ ડો જે.કે.પટેલ, અશોકભાઇ પટેલ, શાળાના નિવૃત શિક્ષક હર્ષાબેન સોની, અશોકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ બાળમેળા માં બાળકો દ્વારા ભેળ,ભૂંગળા,બટાકા,પકોડી,મેગી જેવા સ્ટોલ તેમજ વિવિધ પ્રકારના રમકડાંઓએ ખુબજ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર તરફથી ખુબજ સુંદર કામગીરી કરી બાલમેળાના આયોજન ને ખુબજ સારી રીતે પૂર્ણ કરાયો હતો.