પાટણ ફિલ્ડ રિપોર્ટર યુનિયન દ્વારા પત્રકાર યશપાલ સ્વામી નાં જન્મ દિન નિમિત્તે સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું..

બ્લડ ની અછત ને પહોંચી વળવા આયોજિત કરાયેલ બ્લડ ડોનેટ ની સેવા પ્રસંસનિય બની..

પાટણ તા.16
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાલ A- પોઝીટીવ બ્લડ ની ખુબ અછત હોય સારવાર અર્થે દાખલ દર્દીઓ માટે A- પોઝીટીવ બ્લડ મેળવવા પરિવારજનો એક થી બીજી બ્લડ બેંક માં દોડા દોડી કરતા હોય છે ત્યારે બ્લડ ની મહંદ અંશે રાહત મળી રહે તેવા ઉમદા હેતુથી પાટણના જાણીતા પત્રકાર અને ફિલ્ડ રિપોર્ટર યુનિયન પાટણના સભ્ય યશપાલ સ્વામી દ્વારા શુક્રવારના રોજ પોતાના 52 માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પાટણના ઈલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો મિત્રો નાં સહીયોગ થી સ્વૈચ્છિક બ્લડ ડોનેટ નું આયોજન શહેરની એસ કે બ્લડ બેંક ખાતે કરવામાં આવ્યું હતું.

બ્લડની અછતને ધ્યાનમાં રાખીને પાટણના પત્રકાર યશપાલ સ્વામી દ્વારા તેમના 52 માં જન્મદિન ઉજવણીની આગવી અને પ્રેરણારૂપ પહેલ કરીને પાટણની રોટરી એસ.કે.બ્લડ બેન્કમાં પત્રકાર મિત્રો સાથે પોતાનું 52 મી વખત રક્તદાન કરી પાટણના ફિલ્ડ રિપોર્ટર પત્રકારોને પણ રક્તદાન કરવા પ્રેરણા જગાડી સ્તુત્ય કાર્ય કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યશપાલ સ્વામી નાં જન્મ દિન નિમિત્તે પત્રકાર મિત્રો દ્વારા આયોજિત સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું બ્લડ ડોનેટ કરનાર તમામ પત્રકારોનુ રોટરી બ્લડ બેન્ક દ્વારા ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરી યશપાલ સ્વામી ને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.