
નવનિર્માણ પામનાર ઓવરહેડ ટાંકી નાં કારણે પાટણના નગરજનોને પુરતા પ્રમાણમાં અને ફોષૅ થી પાણી મળી રહેશે..
પાટણ તા.16
પાટણના નગરજનોને પુરતા પ્રમાણમાં અને ફોષૅ થી પાણી મળી રહે તેવા ઉદ્દેશથી પાટણ નગરપાલિકા દ્વારા શુક્રવારના રોજ ફિલ્ટર પ્લાન્ટ નજીક 25 લાખ લીટર ની ક્ષમતા ધરાવતી 25 મીટર ઉંચી રૂ.1.87 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરહેડ ટાંકી નું ખાતમુહૂર્ત શુક્રવારના રોજ પાટણ વિધાનસભા બેઠક નાં ભાજપ ના મહિલા ઉમેદવાર અને ચુંટણીમાં હાર નો સામનો કરી પાલિકા ને કસુરવાર ઠેરવી પાલિકા ની ડોર પોતાની હાથમાં લેવાનું દોહરાવનાર રાજુલબેન દેસાઈ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નવ નિર્મિત ઓવર હેડ ટાંકી નાં ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના વોટર વકૅસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા પાણી નાં સંગ્રહ માટે અગાઉ 10 લાખ લીટર ની ક્ષમતા વાળી ટાંકી નું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ જેમ જેમ પાટણનો વિસ્તાર વિસ્તરતા લોકોને ઓછું અને ઓછા ફોષૅ થી પાણી મળતું હોવાની બુમરાણ ઉઠતા પાલિકા દ્વારા આ વિસ્તારમાં નવીન 25 લાખ લીટર ની ક્ષમતા વાળી રૂ.1,87 કરોડનાં ખર્ચે નવીન ઓવર હેડ ટાંકી માટે ગ્રાન્ટ ફાળવતા આજ રોજ આ નવ નિર્મિત ઓવર હેડ ટાંકી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય આ ઓવર હેડ ટાંકી તૈયાર થયાં બાદ પાટણના રહિશોને પુરતા પ્રમાણમાં અને પુરતા ફોષૅ થી પાણી મળી રહેશે તેવું તેઓએ જણાવ્યું હતુ.
નવીન ઓવર હેડ ટાંકી નાં ખાતમુહૂર્ત મૂહુર્ત પ્રસંગે રાજુલબેન દેસાઈ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,વોટર વકૅસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલ સહિતના કોર્પોરેટરો, પાલિકાના અધિકારીઓ,કમૅચારીઓ અને પાટણના પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.