પાટણ શહેર માં અવાર નવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટર ની સમસ્યાને નિવારવા પાલિકા કડક બનશે..

અઠવાડિયામાં બે દિવસ શહેરીજનો માં ભૂગર્ભ ગટર નાં ઉપયોગ મામલે અવરનેશ લાવવા પાલિકા ટીમ રાઉન્ડમાં નિકળશે..

પાલિકા ની સુચના નું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

પાટણ તા.૧૬
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાને નિવારવા ચીફ ઓફિસરની આગેવાની હેઠળ એક નવતર પ્રયોગ તાજેતરમાં અમલમાં મૂકવામાં આવનાર હોવાનું પાલિકાના સૂત્રો તરફથી જણાવ્યું છે.

પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર સર્જાતી ભુગૅભ ગટર લાઈન ચોક અપ બનવાની સમસ્યા ને લઈને શુક્રવારના રોજ પાલિકા ખાતે ચિફ ઓફિસર દ્વારા ભૂગર્ભ ગટર શાખા ના ચેરમેન જયેશભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ અને કોર્પોરેટર હીનાબેન શાહ ની ઉપસ્થિતિમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જે વિચાર વિમર્શ અંતગર્ત ચિફ ઓફિસર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોક અપ બનતી ભૂગર્ભ ગટરની પાલિકા ની ભૂગૅભ ગટર શાખા નાં કમૅચારીઓ દ્વારા કરાતી સફાઈ દરમિયાન ગટર માંથી નિકળતા બીન જરૂરી વેસ્ટ કપડાંઓ, માટીના રોડા,નાના નાના વાસણો સહિતની વસ્તુઓ નિકળતી હોવાનું ધ્યાને આવતું હોય છે ત્યારે આવા વિસ્તારોમાં રહેતા રહિશો માં ભૂગર્ભ ગટર મામલે અવરનેશ લાવવા અને ભૂગર્ભ ગટર ચેમ્બસૅ પર ફરજિયાત સ્ટીલ કે લોખંડની જાળી મારવામાં આવે તે બાબતે લોકો જાગૃત બને તેવાં હેતુસર અઠવાડિયામાં બે દિવસ શહેરના વિવિધ વિસ્તારોમાં ચિફ ઓફિસર, ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન,વોડૅ ઇન્સ્પેક્ટર સાથે વિસ્તારના કોર્પોરેટરો જાત નિરીક્ષણ માટે નિકળવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ શહેરના લોકો ને પણ નગરપાલિકા નાં ચિફ ઓફિસર સહિત ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે શહેરીજનો એ ભૂગર્ભ ગટર નો ઉપયોગ વેસ્ટ પાણી નાં નિકાલ માટે જ ફક્ત કરવો ભૂગર્ભ ગટરમાં બીન જરૂરી વેસ્ટ કચરો ન નાંખવો જો પાલિકા ની ટીમ ની તપાસ દરમિયાન આવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવશે તો તેની સામે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.