
પાટણ તા.૧૬
પાટણ શહેરના બાલાજી પાર્ટી પ્લોટ નજીક ભીડ ભાડ વાળી જગયાએથી બે શખ્સોની મદદ સાથે સોનાનાં દોરાની ચિલઝડપ કરી ફરાર થયેલા શખ્સને પાટણ એલસીબી પોલીસ ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુના બનતા અટકાવવા સારુ તેમજ અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરવા સારુ જિલ્લા પોલીસ વડા ની સુચના અનુસાર પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો એ ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે એલ.સી.બી. ઓફીસ ખાતે ટીમ હાજર હતી તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે,પાટણ પીતામ્બર તળાવ,શીતળા માતાના ચોક નજીક ભાડાના મકાનમાં રહેતા પટણી વિનોદભાઇ બાબુભાઇ જે મુળ વતની કાતરા તા.હારીજવાળાએ તાજેતરમાં બે ઈસમોને સાથે રાખી શહેરના બાલાજી પાર્ટી પ્લોટ પાટણ ખાતેથી માણસોની ભીડમાંથી દોરાની ચીલઝડપ કરેલ છે અને તે હાલમાં દોરો વેચવા સારૂ પાટણ સીટીમાં જનાર છે જે હકીકત આધારે સદરી ઈસમને પકડી પાડવા એલસીબી ટીમે ધટના સ્થળે દોડી જઈ ઉપરોક્ત શખ્સને મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.