પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની યોજાયેલી ચૂંટણી નિરસ રહી..

યુનિવર્સિટી કોર્ટની જુદાજુદા વિભાગોની 20 બેઠકો માટે 50 ઉમેદવારોના ભાવિ મતપેટી માં સિલ થયા..

પાટણ તા.16
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં જુદા જુદા 6 મતદાર વિભાગોમાં કુલ 20 જગ્યાઓ સામે 50 હરિફ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.ત્યારે પાટણ શહેર ની આર્ટસ કોલેજ ખાતે ના મતદાન મથક સહિત 27 કેન્દ્રો પર શુક્રવારના રોજ સવારે 11 વાગ્યા થી 5 વાગ્યા સુધી મતદાન શરૂ થયું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ની ચૂંટણી માં કોલેજોના અધ્યાપકો માટેની 10 બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં છે.કોલેજોના શિક્ષકો (10 વર્ષથી કે તેથી વધુ અનુભવ ધરાવતા) મતદાર વિભાગમાં વિનયન વિદ્યાશાખાની કુલ પાંચ બેઠકો સામે 15 ઉમેદવારો છે. વિજ્ઞાન વિદ્યાશાખાની 3 બેઠકો સામે 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 10 વર્ષ કે તેથી ઓછો અનુભવ ધરાવતા કોલેજોના શિક્ષકોના મતદાર વિભાગમાં વિનયન વિદ્યાશાખાની 2 બેઠકો સામે 7 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે કોલેજોના આચાર્યોના મતદાર વિભાગમાં વિજ્ઞાન વિદ્યાશાખાની 2 બેઠકો સામે 4 હરીફો છે
નોંધાયેલા સ્નાતકોના મતદાર વિભાગોમાં એક એક સીટ મળી કુલ પાંચ બેઠકો સામે 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે., જેમાં વિનયન વિદ્યાશાખામાં બે, વાણિજય વિદ્યાશાખામાં ત્રણ, વિજ્ઞાન વિદ્યાશાખામાં બે, કાયદો વિદ્યાશાખામાં બે અને મેનેજમેન્ટ સ્ટડીઝ વિદ્યાશાખામાં બે ઉમેદવારોનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી અને કોલેજોના બિન શિક્ષક વર્ગના કર્મચારીઓના મતદાર વિભાગની એક બેઠક સામે બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિસ્તારની માધ્યમિક શાળાના હેડ માસ્તરના મતદાર વિભાગમાં બે ઉમેદવારો અને માધ્યમિક શાળાના શિક્ષકોના મતદાર વિભાગમાં ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમના માટે ટપાલ દ્વારા ચૂંટણી યોજાઇ હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ની ચૂંટણી માં 14632 મતદારો 20 બેઠકો માટે ચૂંટણીમાં ઉભેલા 50 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે શુક્રવારે સવારે 11વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ કોલેજોના નિયત કરેલા મતદાન મથકો ઉપર લાઈન માં ઉભા રહીને મતદાન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે પ્રિન્સિપાલ કક્ષાના પાંચ ઝોનલ ઓફિસર અને તેમના સહયોગમાં ક્લાર્કની નિમણૂક કરાઈ હતી અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન બની હતી.

18 મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં એમએસસી આઈટી વિભાગમાં મતગણતરી હાથ ધરાશે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની સેનેટ ની ચુંટણી માં મતદાન નિરસ રહ્યું.

કુલ 12769 મતદારો પૈકી 3206 મતદારો એ મતદાન કરતા 25.11 ટકા મતદાન નોંધાયું..

પાટણ તા.16
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની શુક્રવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલ સેનેટ ની ચૂંટણી માં નોંધાયેલ કુલ 12769 મતદારો માંથી કુલ 3206 મતદારોએ મતદાન કરતા કુલ 25.11 ટકા જેટલું નિરસ મતદાન રહ્યું હતું.
આ બાબતે યુનિવર્સિટી નાં સુત્રોએ જણાવ્યું હતું કે કોલેજ પ્રિન્સીપાલ વિભાગ માં 68 માંથી 64 લોકો એ મતદાન કરતા 92.8 ટકા મતદાન થયું હતું તો કોલેજ ટીચર વિભાગ માં 899 માંથી 815 લોકોએ મતદાન કરતા 90.7 ટકા મતદાન થયું હતું જ્યારે નોન ટીચિગ વિભાગ માંથી 542 માંથી 440 લોકોએ મતદાન કરતા 81.2 ટકા મતદાન થયું હતું.આર્ટસ વિભાગ માંથી 3766 માંથી ફક્ત 630 લોકોએ મતદાન કરતા 16.7 ટકા નુ નિરસ મતદાન થયું હતું.

કોમર્સ વિભાગ માંથી પણ 2833 માંથી 371 લોકો એ જ મતદાન કરતા 13.10 ટકા મતદાન થયું હતું. સાયન્સ વિભાગ માંપણ 3041 માંથી 380 લોકાએ જ મતદાન કરતા 12.50 ટકા મતદાન થયું હતું. લો વિભાગ માં 751 માંથી 211 લોકોએ મતદાન કરતા 28.10 ટકા મતદાન થયું હતું. મેનેજમેન્ટ વિભાગ માં 868 માંથી 295 લોકોએ મતદાન કરતા 33.99 ટકા મતદાન થયું હતું આમ નોંધાયેલ 12769 મતદારો માંથી 3206 મતદારોએ મતદાન કરતા કુલ 25 .11 ટકા જેટલું નિરસ મતદાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની સેનેટની ચુંટણી દરમિયાન કોલેજ કેમ્પસમાં યોજાયેલી ચુંટણી દરમિયાન વ્યવસ્થા નાં અભાવના કારણે મતદારો ને મુશ્કેલી ભોગવવી પડી હોય આયોજન વગરની ચુંટણી પ્રક્રિયા ને લઈને આ ચુંટણી રદ્ કરવામાં આવે તેવી માંગ ઉમેદવાર હષૅદ સોલંકીએ કરી હતી.