પાટણ જિલ્લા બાર એસો.ની યોજાયેલી ચુંટણીમાં 15 ઉમેદવારો ની પેનલ તુટી..

15 બેઠકો માટે 22 ઉમેદવારો પૈકી પેનલ ઉમેદવારના 13 ગૃપ ઉમેદવારના 1 અને 1 અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા..

વિજેતા ઉમેદવારો ને વકિલ મિત્રો એ ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા.16
પાટણ ખાતે કાર્યરત જિલ્લા અદાલતમાં શુક્રવારના રોજ જિલ્લા બાર એસોસીએશનની ચુંટણી યોજાઈ હતી આ ચુંટણીમાં કુલ 15 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો તો ચુંટણીને લઈને વકીલોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પાટણ શહેરમાં આવેલ જિલ્લા અદાલતમાં વકીલોનું જિલ્લા બાર એસોસીએશન કાર્યરત છે જયાં દર વર્ષે જિલ્લા બારની કારોબારીની રચના કરવા માટે ચુંટણી યોજવામાં આવે છે અને તે કારોબારીની ચુંટણી બાદ તેમાંથી ચુંટાયેલા સભ્યો માંથી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહીતની વરણી કરવામાં આવે છે.

ત્યારે શુક્રવારના રોજ જિલ્લા અદાલત ખાતે જિલ્લા બારની કારોબારીની કુલ 15 બેઠકો માટે સવારે 10-30 થી 2-30 કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બારમાં નોંધાયેલ 382 વકીલો મિત્રો એ પોતાનુ મતદાન કરવા ઉત્સાહ દશૉવ્યો હતો.કુલ 338 મતદારો પૈકી 211 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા બાર કાઉન્સિલ એસોસિએશન ની યોજાયેલી ચૂંટણીમાં 15 સભ્યોની પેનલ સામે 6 સભ્યો નાં ગૃપ સાથે 1 અપક્ષ ઉમેદવાર દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી જે તમામ 22 ઉમેદવારો નાં ભાવી મત પેટીમા સીલ થયા હતા. પાટણ જિલ્લા બાર કાઉન્સિલ એસોસિએશન નાં 15 ઉમેદવારો માટે યોજાયેલ ચુંટણી ની મતગણતરી પ્રક્રિયા સાંજ નાં 4-00 કલાકે હાથ ધરવામાં આવતા પેનલના 15 ઉમેદવારો પૈકી 13 ઉમેદવારો ગૃપ નાં 6 ઉમેદવાર માંથી 1 ઉમેદવાર અને 1 અપક્ષ ઉમેદવાર મળી કુલ 15 ઉમેદવારો વિજેતા જાહેર થતાં વિજેતા ઉમેદવારો ને ઉપસ્થિત વકીલ મિત્રો એ ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

મળેલ મતો સાથે વિજેતા બનેલા ઉમેદવારો ની યાદી

 1. એમ.એ.ચૌહાણ- 166
 2. કે.ડી.મહાજન- 155
 3. એમ.એચ.પટેલ- 155
 4. વી.ડી.ઝાલા- 149
 5. એમ.કે.પટેલ- 145
 6. એસ.આર.પ્રધાન- 141
 7. ડી.બી.પંડ્યા- 139
 8. J.J.BATOT- 130
 9. એસ પી.નિમાવત- 126
 10. B.M.PATEL- 120
 11. જે.જી.ઠાકોર- 118
 12. ડી.એચ.ઠાકોર- 116
 13. એન.જી.સોલંકી- 107
 14. પી.એમ.રાઠોડ- 102