પાટણ ફિલ્ડ રિપોર્ટર યુનિયનના સભ્ય યશપાલ સ્વામીના જન્મદિનની શુભેચ્છા પાઠવતા રાજકીય, સામાજિક આગેવાનો..

પાટણ તા.17
પાટણ ફિલ્ડ રિપોર્ટર યુનિયન ના સભ્ય અને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પત્રકારત્વ તરીકે આગવી કામગીરી કરી લોકોના સુખ-દુઃખના સહભાગી બનેલા યશપાલ સ્વામીના શુક્રવારના રોજ 52 માં જન્મદિન પ્રસંગે તેઓ દ્વારા સ્વૈચ્છાએ પોતાનું 52 મી વખત રક્તદાન સાથે અનેકવિધ સેવાકીય કાર્યો કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી પત્રકાર યશપાલ સ્વામીના 52 માં જન્મદિન પ્રસંગે પાટણ ફિલ્ડ રિપોર્ટર યુનિયન દ્વારા શહેરની એસ કે બ્લડ બેન્ક ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણના ઈલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો એ પોતાનું બ્લડ ડોનેટ કરી જન્મ દિન ની સેવા પ્રવૃતિ માં સહભાગી બન્યા હતા.

પાટણમાં પત્રકાર તરીકે નિષ્પક્ષ અને નિડરતા પૂર્વક લોક પ્રશ્નોને વાચા આપતાં યશપાલ સ્વામી નાં જન્મ દિવસની પાટણ નાં સાંસદ ભરતસિંહ ડાભી એ પત્ર દ્વારા તો પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન વિજયભાઈ મકવાણા, ભાજપના ગુજરાત પ્રદેશ નાં મહિલા અગ્રણી જયશ્રી બેન દેસાઈ,ડો રાજુલબેન દેસાઈ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ નાં વડાઓ, બહોળા મિત્રવર્તુળો દ્વારા ટેલિફોનિક અને સોશ્યલ મીડિયા નાં માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.