પાટણ શહેર માં બિન અધિકૃત બાંધકામ ને અધિકૃત કરવા છ અરજદારો દ્વારા પાલિકા માં અરજી કરાઈ..
પાટણ તા.17
શહેરમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો ગુજરાત રેગ્યુલાઈઝેશન ઓફ અન ઓથોરાઇઝ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ 2022 ની અમલવારીના પરિપત્રના આધારે પાટણ નગરપાલિકા દ્વારા પણ પાટણ શહેરી વિસ્તારમાં અનઅધિકૃત કરાયેલા બાંધકામોને નિયમિત કરવા માટેની સરકારના પરિપત્ર મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામગીરી દરમિયાન પાટણમાં છ જેટલા અરજદારોએ પોતાના અનઅધિકૃત ગણાતા બાંધકામોને નિયમિત કરવા માટે પાટણ નગરપાલિકા ખાતે અરજી કરી હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રેગ્યુલાઈઝેશન ઓફ અનઓથોરાઈઝેશન ડેવલોપમેન્ટ ઓડીનેન્સ 2022 અને ગુડા 2022 સેકશન-૪ નિયમ ૩ હેઠળ રાજયની તમામ મહાનગર પાલિકાઓ,નગરપાલિકાઓ,શહેરી વિકાસ સત્તામંડળમાં થયેલા અધિકૃત બાંધકામ કે જે તા. 30/09/2022 કે તે પહેલા કરાયેલા છે તેને દુર કરવાથી અગર તોડી પાડવાથી મોટી સંખ્યામાં લોકોને હાડમારી થવાની સંભાળના જોતા કરાયેલા પરિપત્ર ને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા અનધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે ની પ્રકિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પાટણ શહેર માંથી છ અરજી પાટણ નગરપાલિકા નાં બાંધકામ શાખા ને મળી હોય જે નિયમ આધારિત તપાસ કરી અધિકૃત કરાશે તેવું નગરપાલિકા ના ચિફ ઓફિસર સંદિપભાઈ એ જણાવ્યું હતું
અનઅધિકૃત બાંધકામ કોને ગણાશે..
અનઅધિકૃત બાંધકામ એટલે કોઈ પણ મકાન અથવા તેના કોઈ ભાગની પરવાનગી સક્ષમ સત્તાધિકારી પાસેથી મળવી ન હોય અથવા પરવાનગી મેળવેલ હોય ત્યારે સુસંગન કાયદા અથવા આવી પરવાનગીનું ઉલ્લંઘન કરીને બાંધકામ કર્યું હોય એવું બાંધકામ અનઅધિકૃત બાંધકામ ગણાશે.
કયા પ્રકારના બાંધકામો નિયમિત કરી શકાશે.
(૧) માર્જિન (૨) બાંધકામ વિસ્તાર (બિલ્ટ અપ એરિયા) (૩) મકાનની ઉંચાઈ (૪) વપરાશ (ચેન્જ ઓફ યુઝ) (૫) સહિયારા કોમન પ્લોટમાં થયેલ 50% ની મર્યાદા સુધીનું ” પરવાનગીપાત્ર ઉપયોગ નું બાંધકામ (૬) કવર્ડ પ્રોજેક્શન
કાયા પ્રકારના બાંધકામો નિયમિત થઈ શકશે નહિ.
(૧)રેરા કાયદા હેઠળ જ બાંધકામોને નોટીસ આપેલ હોય (૨) જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. ૧,૦ થી ઓછી હોય (૩) રહેણાંક ઉપયોગ સિવાયના (દા.ત.વાજિય, શૈક્ષણિક,આરોગ્ય, ઔધોગિક વિગેરે) બાંધકામોમાં સી.જી.ડી.સી.આર મુજબ મહત્તમ મળવાપત્ર FSI કરતા 50% વધારે FSI થતી હોય. (૬) પ્લોટની હદ બહાર નિકળતા પ્રોજેક્શન (૫) પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઈન, અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ (૬) સરકારી, સ્થાનિક સત્તામંડળોની જમીનો પરના બાંધકામ, ચોક્કસ હેતુ માટે સંપાદન ફાળવણી કરાયેલી જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, પ્રવાહ અને જળસ્ત્રોત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વિગેરે.(૭) ઓબ્નોશિયસ અને હેઝાર્ડસ ઔધોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તાર, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત ગમતનું મેદાન (૮) ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય, સ્ટ્રકચરલ સ્ટેબીલીટીની જરૂરીયાત જળવાતી ન હોય,રેરા કાયદા હેઠળ કરાવેલ બીનઅધિકૃત બાંધકામ,ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદા મુજબ સુસંગત ન હોય તેવા બાંધકામો.(૯) પાર્કિંગની જોગવાઈ ન સંતોષાય તેવા.
અરજી કરવાની કાર્યપધ્ધતિ
(૧) વટહુકમમાં દર્શાવ્યા મુજબના તા. ૧૭/૧૦/૨૦૨૨ થી ૪ (ચાર) માસમાં વટહુકમમાં વર્ણવ્યા પ્રકારના અનધિકૃત વિકાસ નિમિત કરાવવા બાબતની અરજી નિયત કરેલ જરૂરી નકશા, બાંહેધરી તથા પુરાવા સાથે માલિક/અરજદાર દ્વારા ફકત e-Nagar portal પર કરવાની રહેશે. (૨) જરૂરી ફી જમા કરાવવા બાબતના હુકમની જાણ કર્યેથી, ૨(બે) મહિનાની સમયમર્યાદામાં સંપૂર્ણ ફી જમાં કરાવવાની રહેશે. અન્યથા અરજી દફતરે કરવામાં આવશે.